શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં સૂર્યકુમાર અને વન-ડેમાં રોહિત કેપ્ટન, ગિલ બન્યો ઉપકપ્તાન

srilanka-tour---team-india

શુભમને તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં ટીમની આગેવાની કરી હતી અને ભારતને 4-1 થી શ્રેણીમાં જીત અપાવી હતી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રીલંકાના આગામી પ્રવાસ માટે ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. T20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે જ્યારે વન-ડેની કેપ્ટન્સી રોહિત શર્મા પાસે રહેશે. તે વનડે શ્રેણી રમશે. શુભમન ગિલને બંને ફોર્મેટમાં ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે. T-20 ક્રિકેટ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.

ભારતીય ટીમના આ પ્રવાસની શરુઆત 27 જૂલાઈથી કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સૌથી પહેલા 3 મેચોની ટી20 સીરીઝ રમાશે. ત્રણ મેચની T-20 શ્રેણી બાદ હવે 2 ઓગસ્ટથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થશે. આ તમામ મેચ પલ્લેકેલમાં ભારતીય સમયાનુસાર સાંજના 7 વાગ્યાથી રમાશે.

https://x.com/BCCI/status/1813947668655435862

વન-ડે ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયા છે. થોડા સમય પહેલા જ રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ગત મહિને એટલે કે જૂનમાં ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરવામાં આવશે. હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

શુભમન ગિલને બંને ફોરમેટમાં ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય પરથી તેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યો હોય એવું શક્ય છે. શુભમને તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં ટીમની આગેવાની કરી હતી અને ભારતને 4-1 થી શ્રેણીમાં જીત અપાવી હતી.

ભારત-શ્રીલંકા સમયપત્રક
27 જુલાઈ- 1લી T20, પલ્લેકલે
જુલાઈ 28- બીજી ટી20, પલ્લેકલે
30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલે
2 ઓગસ્ટ- 1લી ODI, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો

ભારતની ટી20 ટીમ- સૂર્યકુમાર યાદવ (કપ્તાન), શુભમન ગિલ (ઉપકપ્તાન), યશસ્વી જાયસવાલ, રિન્કૂ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત, સંજૂ સૈમસન, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ

ભારતની વન ડે ટીમ- રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ (ઉપકપ્તાન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દૂબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ અને હર્ષિત રાણા