રાજનેતા રાજનીતિ નહિ કરે તો શું ગોલગપ્પા વેચશે? કંગના રનૌતનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર કટાક્ષ

kangana-ranout

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તાજેતરમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમજ શિવસેનાના(UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે કરેલ મુલાકાત દરમિયાન આપેલા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. આ નિવેદન બાદ શંકરાચાર્યને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે આ મામલે લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે તેમના પર કટાક્ષ કરતાં જવાબ આપ્યો હતો.

https://x.com/KanganaTeam/status/1813589193945178334

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના એક નિવેદનમાં ઉદ્ધવ સરકાર સાથે વિશ્વાસઘાતને લઈને એકનાથ શિંદે પર આરોપો લગાવ્યા હતા. શંકરાચાર્યે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે અને ઘણા લોકો તેનાથી દુખી છે. હું આજે તેમની વિનંતી પર તેમને મળ્યો હતો અને તેમને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ ફરીથી મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી લોકોની પીડા ઓછી થશે નહીં. સનાતન ધર્મમાં વિશ્વાસધાત એક મોટું પાપ છે. વિશ્વાસધાત કરનાર હિન્દુ ન હોય શકે. મહારાષ્ટ્રની જનતા આ વાતથી આ દુ:ખી છે. જે લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું.

શંકરાચાર્ય પર કટાક્ષ કરતા હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી સાંસદ કંગના રનૌતે કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના અપમાનજનક શબ્દોથી એકનાથ શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. કંગના રનૌતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે શંકરાચાર્યએ તેમના શબ્દો, પ્રભાવ અને ધાર્મિક શિક્ષાનો દુરુપયોગ કર્યો છે. શંકરાચાર્ય આ પ્રકારની વાતો કરીને હિન્દુ ધર્મના ગૌરવને આઘાત પહોંચાડી રહ્યા છે.

કંગના રનૌતે કહ્યું કે રાજકારણમાં ગઠબંધન, સંધિ અને એક પાર્ટીનું વિભાજન થવું એક સામાન્ય અને બંધારણીય બાબત છે. કોંગ્રેસ પાર્ટી 1907 અને 1971માં વિભાજિત થઈ ગઈ હતી. કંગનાએ કહ્યું કે રાજકારણમાં રાજનેતા રાજનીતિ નહિ કરે તો શું ગોલગપ્પા વેચશે?

કંગના રણૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “શંકરાચાર્યજીએ શંકરાચાર્યજીએ ખોટા શબ્દો વાપર્યા છે. તેમના શબ્દભંડોળ, તેમના પ્રભાવ અને ધાર્મિક ઉપદેશોનો દુરુપયોગ કર્યો છે. ધર્મ પણ કહે છે કે જો રાજા પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ એ છેલ્લો ધર્મ છે. શંકરાચાર્યજીએ આપણા મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી પર અપમાનજનક શબ્દો વડે દેશદ્રોહી અને વિશ્વાસઘાતી હોવાનો આરોપ લગાવીને આપણા બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્યજી આવી નાની-નાની વાતો કરીને હિંદુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.