ચાંદીપુરા વાયરસથી ગભરાશો નહી આ રોગ નવો નથી ૧૯૬૫માં નોંધાયો હતો પ્રથમ કેસ

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના ૧૨ જેટલા શંકાસ્પદ કેસ જાેવા મળ્યા છે, જેમાં આ ચાંદીપુરા વાયરસથા ૬ લોકોના મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે અને જેમાંથી ૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં ૪, અરવલ્લી જિલ્લામાં ૩, મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન ૨ દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ ૧૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે...