13 બેઠકોમાંથી 10 બેઠકો પર I.N.D.I.A ગઠબંધને મેળવી જીત
કોંગ્રેસ અને TMCએ 4-4 બેઠક જીતી, ભાજપે 2 અને 1 પર આપની જીત
અયોધ્યા બાદ બદ્રીનાથમાં ગઠબંધનની જીતથી કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ
દેશના સાત રાજ્યોમાં 10 જુલાઈએ યોજાયેલી 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ હતી. 7 રાજ્યોની 13 બેઠકોમાંથી 10 બેઠકો પર I.N.D.I.A ગઠબંધનને જીત મેળવી છે. જેમાં કોંગ્રેસ અને TMCએ 4 બેઠકો જીતી છે, તો AAP અને DMKએ 1-1 બેઠક જીતી છે. જ્યારે ભાજપને 2 બેઠકો અને 1 બેઠક પર અપક્ષને જીત મળી છે.
ઉત્તરાખંડ– હિમાચલ પ્રદેશમાં 2-1થી મુકાબલો રહ્યો હતો, જ્યાં સત્તાધારી કોંગ્રેસે 2 અને ભાજપે એક બેઠક જીતી હતી. ઉત્તરાખંડની બંને બેઠકો પર કોંગ્રેસ, તો પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો TMCએ કબજે કરી લીધી છે. તમિલનાડુની એક બેઠક પર DMK, પંજાબની જલંધર બેઠક પર AAPએ જીત મેળવી છે. તો મધ્યપ્રદેશની 1 બેઠક પર BJP અને બિહારમાં અપક્ષને એક બેઠક મળી છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ બેઠકમાં કોંગ્રેસની મળેલી જીતથી કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડમાં મંગલૌર અને બદ્રીનાથ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસના લખપત સિંહ બુટોલાએ ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. મંગલૌર સીટ પર કોંગ્રેસના કાઝી નિઝામુદ્દીન જીત્યા હતા અને કાંટે કી ટક્કરમાં તેમણે ભાજપના કરતાર સિંહ ભડાનાને 400થી વધુ મતોથી હરાવ્યા હતા.
હિમાચલ પ્રદેશ- હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ત્રણમાંથી 2 બેઠકો જીતી છે. દેહરા સીટ પરથી મુખ્યમંત્રી સુખુના પત્નીએ 9399 મતોથી ચૂંટણી જીતી હતી, જ્યારે નાલાગઢ સીટ પરથી કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ બીજેપીના કે.એલ ઠાકુરને લગભગ 9 હજાર મતોથી હરાવ્યા હતા. હમીરપુરમાં બીજેપીના આશિષ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર વર્માને 1571 વોટથી કાંટે કી ટક્કરમાં હરાવ્યા હતા. અગાઉ આ ત્રણેય બેઠકો અપક્ષ ઉમેદવારો પાસે હતી.
પશ્ચિમ બંગાળ- રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા બેઠકો પર ટીએમસીના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે. રાયગંજ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીએ ભાજપના ઉમેદવાર માનસ કુમાર ઘોષને 49 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. જ્યારે ટીએમસીના ઉમેદવાર મધુપર્ણા ઠાકુરે બાગદા સીટ પર 33455 મતોથી જીત મેળવી હતી. રાણાઘાટથી ટીએમસીના મુકુટ મણિએ બીજેપીના મનોજ કુમાર બિસ્વાસને લગભગ 39 હજાર મતોથી હરાવ્યા હતા. માનિકતલા સીટ પર ટીએમસીના સુપ્તિ પાંડેએ ભાજપના કલ્યાણ ચૌબેને 41406 મતોથી હરાવ્યા હતા.
બિહાર- બિહારની રૂપૌલી સીટ પર અપક્ષ ઉમેદવાર શંકરસિંહની જીત થઈ છે.
પંજાબ- જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે બીજેપીની શીતલ અંગુરાલને લગભગ 37 હજાર મતોથી હરાવ્યા છે.
મધ્યપ્રદેશ- મધ્યપ્રદેશની અમરવાડા સીટ પર ભાજપના કમલેશ શાહની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ધીરેન શાહની હાર થઈ છે.
તમિલનાડુ- તામિલનાડુની વિકરાવંડી સીટ પર ડીએમકેએ જીત મેળવી છે. ડીએમકેના અન્નિયુર શિવા શિવાશનમુગમ. એ પટ્ટાલી મક્કલ કાચી પાર્ટી (PMK) ના અન્બુમણિ. સીને 50 હજારથી વધુ મતોથી હરાવ્યા.
રાજ્ય | વિધાનસભા | જીત | હાર |
મધ્યપ્રદેશ | અમરવાડા | ભાજપ | કૉંગ્રેસ |
હિમાચલ પ્રદેશ | હમીરપુર | ભાજપ | કૉંગ્રેસ |
દેહરા | કૉંગ્રેસ | ભાજપ | |
નલગઢ | કૉંગ્રેસ | ભાજપ | |
ઉત્તરાખંડ | બદ્રીનાથ | કૉંગ્રેસ | ભાજપ |
મંગલૌર | કૉંગ્રેસ | બસપા | |
પશ્ચિમ બંગાળ | રાનાઘાટ દક્ષિણ | ટીએમસી | ભાજપ |
રાયગંજ | ટીએમસી | ભાજપ | |
બગડા | ટીએમસી | ભાજપ | |
માનિકતલા | ટીએમસી | ભાજપ | |
બિહાર | રુપૌલી | અપક્ષ | જેડીયુ |
પંજાબ | જાલંઘર પશ્ચિમ | આમ આદમી પાર્ટી | ભાજપ |
તમિલનાડુ | વિક્રવંડી | ડીએમકે | પીએમકે |
મધ્યપ્રદેશઅમરવાડા ભાજપ કૉંગ્રેસ
બિહાર રુપૌલી અપક્ષ
પંજાબ જાલંઘર પશ્ચિમ આમ આદમી પાર્ટી
પશ્ચિમ બંગાળ રાનાઘાટ દક્ષિણ TMC BJP
રાયગંજ TMC BJP
બાગદા TMC BJP
માનિકતલા TMC BJP
હિમાચલ પ્રદેશ હમીરપુર ભાજપ કૉંગ્રેસ
દેહરા કૉંગ્રેસ ભાજપ
નલગઢ કૉંગ્રેસ ભાજપ
ઉત્તરાખંડ બદ્રીનાથ કૉંગ્રેસ ભાજપ
મંગલૌર કૉંગ્રેસ
તમિલનાડુ વિક્રવંડી DMK PMK