દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે દેશમાં માત્ર બિનસાંપ્રદાયિક કાયદો જ ચાલશે. સુપ્રીમે જણાવ્યું કે, ગેરકાયદેસર રીતે છૂટાછેડા લેનાર મુસ્લિમ મહિલા CrPC ની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં મુસ્લિમ મહિલાને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર આપ્યો છે. આ કારણોસર તે ભરણપોષણ માટે અરજી કરી શકે છે. જેઓએ આ કલમનું અન્ય અર્થ શોધી કાઢીને પત્નીને ભરણપોષણ આપવા માટે ટાળવાનો પ્રયાસ કરતા હતા, તે લોકો માટે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ ધર્મ નિરપેક્ષ અને તટસ્થ જોગવાઈ તમામ ધર્મની પરિણીત મહિલાઓને લાગુ પડે છે. મુસ્લિમ મહિલા છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ આપતું અધિનિયમ 1986ને ધર્મનિરપેક્ષ કાયદા પર પ્રાધાન્ય નહીં મળે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે ભરણપોષણ એ દાન નથી, પરંતુ તે પરિણીત મહિલાઓનો અધિકાર છે અને તે તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય.
જસ્ટિસ બી.વી. નાગરથના, ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ડિવિઝન બેન્ચ
જસ્ટિસ બી.વી. નાગરથના અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ડિવિઝન બેન્ચે આ સવાલ પર નિર્ણય કરી રહી હતી કે શું મુસ્લિમ મહિલા ભરણપોષણની માગણી કરવા માટે CrPCની કલમ 125નો ઉપયોગ કરી શકે છે. આ પ્રશ્નનો હકારાત્મક જવાબ આપતા, જસ્ટિસ નાગરથના દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં ગેરકાયદેસર રીતે છૂટાછેડા લીધેલ મહિલાઓના અધિકારોની ચર્ચા કરવામાં આવી હતી.
આ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2019 એક્ટની જોગવાઈઓ અનુસાર ગેરકાયદેસર છૂટાછેડાના કિસ્સામાં ભથ્થું મેળવવા માટે ઉપરોક્ત કાયદાની કલમ 5 હેઠળ રાહત મેળવી શકાય છે અથવા આવી મુસ્લિમ મહિલાના વિકલ્પ પર CrPCની કલમ 125 હેઠળ પગલાં લઈ શકાય છે. જો સીઆરપીસીની કલમ 125 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીની પેન્ડન્સી દરમિયાન, મુસ્લિમ મહિલા છૂટાછેડા લેશે, તો તે સીઆરપીસીની કલમ 125 હેઠળ આશ્રય લઈ શકે છે અથવા 2019 એક્ટ હેઠળ અરજી દાખલ કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ પરણેલી મુસ્લિમ મહિલાઓ પણ CrPCની કલમ 125નો આશરો લેવા માટે હકદાર છે.
ન્યાયાધીશોના સંમત નિર્ણયોમાંથી ઉદ્ભવતા તારણો
A) CrPC ની કલમ 125 મુસ્લિમ પરિણીત મહિલાઓ સહિત તમામ વિવાહિત મહિલાઓને લાગુ પડે છે.
B) CrPC ની કલમ 125 તમામ બિન-મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલાઓને લાગુ પડે છે.
C) જ્યાં સુધી છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓનો સંબંધ છે,
મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું નથી મળતું
અમુક કિસ્સાઓમાં, છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થુ મળી શકતું નથી જો તે મળે તો એ પણ તે ઈદ્દત તના સમયગાળા સુધી જ છે ઈદ્દત એક ઈસ્લામિક પરંપરા છે. જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા ત્રણ કલાક આપવામાં આવે છે અથવા એના મૃત્યુ થાય છે. તો તે મહિલા ઈદ્દતના સમયગાળા દરમિયાન ફરીથી લગ્ન કરી શકશે નહીં. ઈદ્દતનો સમયગાળો લગભગ 40 દિવસનો છે અને જો પતિ મૃત્યુ પામ્યો હોય તો એ મહિલાને સાડા ચાર મહિના સુધી ઈદ્દત ભરવાની હોય છે. મહિલાએ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા 40 દિવસ બાદ ફરીથી લગ્ન કરી શકે છે
જોકે, એપ્રિલ 2022માં અલ્હાબાદ હાઇકોર્ટે એક કેસ પર તેનો નિર્ણયમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલા ઈદ્દતના સમયગાળા પછી પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ બધું મળતું રહેશે
શું છે મામલો?
અબ્દુલ સમદ નામના મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986 ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આવી સ્થિતિમાં, કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે શું આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ 1986 ને પ્રાથમિકતા આપવી જોઈએ કે સીઆરપીસી ની કલમ 125
બધી મહિલાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું
સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને રાષ્ટ્રીય મહિલા આયોગ સહિત દેશની તમામ મહિલા સંગઠનોએ આવકાર્યો છે, તો બીજી તરફ તેને લઈને રાજકીય બયાનબાજી પણ શરૂ થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે કોર્ટના નિર્ણયને રાજકીય દ્રષ્ટિકોણથી જોવો જોઈએ નહીં, કેટલાક મૌલાનાઓએ કહ્યું છે કે તેઓ નિર્ણયનો અભ્યાસ કર્યા પછી ટિપ્પણી કરશે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે અગાઉની કોંગ્રેસ સરકારના નિર્ણયથી સંવિધાન સામે જે ખતરો હતો તે કોર્ટના નિર્ણયથી ખતમ થઈ ગયો છે. ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું આપવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઉથલાવી દેવાનો કાયદો ઘડવાનો રાજીવ ગાંધી સરકારનો નિર્ણય બંધારણ માટે સૌથી મોટો ખતરો છે કારણ કે તે શરિયા અને ઇસ્લામિક કાયદા સાથે અસંગત છે. કાયદાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જ્યારે પણ કોંગ્રેસ સત્તામાં રહી છે ત્યારે બંધારણ ખતરામાં આવ્યું છે. આ રાજીવ ગાંધી સરકાર એક નિર્ણય હતો જેમાં શરિયાને બંધારણ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સરકાર વખતે જે બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું તેની ગરિમા આ આદેશથી પુનઃસ્થાપિત થઈ છે. આ ચુકાદાએ બંધારણ સામેના એક મોટા જોખમને ખતમ કરી દીધું છે.” તેમણે દાવો કર્યો કે વિશ્વમાં એવો કોઈ ધર્મનિરપેક્ષ દેશ નથી કે જ્યાં હલાલા, ટ્રિપલ તલાક અને હજ સબસિડી જેવી શરિયા જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી હોય અને તત્કાલીન સરકારે કાયદો બનાવીને, ભારતને આંશિક રીતે ઇસ્લામિક રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.