ભારતે ઝિમ્બાબ્વેને 183 રનનો ટાર્ગેટ આપ્યો, શુભમન ગિલે સિરીઝમાં તેની પ્રથમ ફિફ્ટી ફટકારી

gill-gaikwad

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પૈકીની ત્રીજી T20 મેચ હરારેમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલે 66 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 49 બોલમાં 66 રન બનાવી આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 49 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 7 બોલમાં 12 રન અને રિંકુ સિંહ 1 બોલમાં 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા.

https://x.com/ESPNcricinfo/status/1811014433927233857

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓપનિંગ જોડીમાં એક ફેરફાર કર્યો હતો અને જયસ્વાલ ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. બંનેએ પાવરપ્લેમાં ઝડપથી રન બનાવ્યા હતા. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 55 રન હતો, પરંતુ મિડલ ઓવરોમાં ટીમનો રનરેટ ઘટી ગયો અને ટીમ 182 રન સુધી જ પહોંચી શકી.

સિરીઝ 1-1 થી બરાબર છે. પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને ચોંકાવીને લીડ મેળવી હતી, પરંતુ પછીની મેચમાં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર વાપસી કરી હતી. આજે બંને ટીમો પાસે આગળ વધવાની તક છે.