અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે ભાજપની ટીમ કોઈ નથી પસંદ કરતી નરેન્દ્ર મોદીને આ ટીમ આગળની હરોળમાં બેઠેલી છે
I.N.D.I.A ગંઠબંધનના વિપક્ષીય લીડર (LOP) રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધીત કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપને અયોધ્યામાં હાર, કોંગ્રેસ કાર્યાલય પર હુમલો તથા વિવિધ મોરચે ઘેરીને શાબ્દિક પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ સંબોધન કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ અડવાણીજીની રથયાત્રામાં મદદ કરી હતી. તેમણે ચૂટણી પૂર્વે રામ મંદિરનું ઉદ્ધાટન કર્યું તેમાં અદાણી- અંબાણી જોવા મળ્યા પણ ગરીબ લોકો ન દેખાયા. ભાજપે રામ મંદિરનું ઉદ્ધાટ કર્યુ અને અયોધ્યામાં ઈન્ડિયા ગઠબંધના ઉમેદવાર જીત્યો. આ શું થયું કે અયોધ્યામાં ઇન્ડિયા ગઠબંધન જીતી ગયું. તેમણે કહ્યું કે રાહુલજી મને 6 મહિના પહેલા ખબર પડી ગઇ હતી કે હું અયોધ્યાથી લડવાનો છું. હું માત્ર લડીશ નહી પણ જીતીશ. મને અયોધ્યાના લોકો કહેતા હતા કે અયોધ્યામાં મંદિર બનાવવા માટે ક્લીનપ કરવા લોકો પાસેથી જમીન લેવાઇ. લોકોની દુકાનો અને ઘર તોડાયા હતા અને તેમને આજ સુધી નરેન્દ્ર મોદીએ તેમને વળતર આપ્યું નથી. રામ મંદિરના ઈનોગ્રેશનમાં અયોધ્યાની એક પણ વ્યક્તિ ન હતી. જે ચળવળ અડવાણીજીએ ચાલુ કરી હતી, અયોધ્યા તેનું સેન્ટર હતું, આ ચળવળને ઈન્ડિયા ગઠબંધને હરાવ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબ્બર શેરની જેમ અમારી સાથે ત્યાં ઉભા હતા.
મોદી અયોધ્યાથી ચૂંટણી લડવાના હતા
અયોદ્યામાં ભાજપને ઇન્ડિયા ગઠબંધને હરાવ્યું છે. અંદરની વાત કહું તો તે જ સાંસદે કહ્યું કે અહીં 3 વાર સર્વે થયો હતો. નરેન્દ્ર મોદી અયોધ્યામાંથી ચૂંટણી લડવા માંગતા હતા. સર્વેયરે કહ્યું કે તમે અયોધ્યાથી હારશો. તમારું રાજકીય કેરીયર ખતમ થઇ જશે તેથી નરેન્દ્ર મોદી વારાણસીથી લડ્યા. વારાણસીમાં અમારી એક બે ભુલ થઇ ગઇ નહીંતર અને ખતમ કરી નાખત. વારાણસીમાં તે દોડ લાખથી વોટથી જીત્યા હશે.
તમે અમારી ઓફિસ તોડી, અમે તેમારી સરકારને તોડીશું
તમે અમારી ઓફિસમાં તોડફોડ કરી અમને ચેલેન્જ કરી છે. ગુજરાતની આ ચૂંટણીમાં આપણે તેમને હરાવીશું. લખી લો કે કોંગ્રેસે જેમ અયોધ્યામાં તેમને હરાવ્યા છે તે જ રીતે તેમને ગુજરાતમાં હરાવીશું. વઘુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા, જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના નેતા મહાત્મા ગાંધીએ દેશને કહ્યું હતું કે, ડરો નહિ અને ડરાવો નહિ. આજે કોંગ્રેસ પાર્ટીના વિચાર ગુજરાતથી આવ્યા હતા. હવે અમે તેમને સબક શીખવાડીશું, જેમ તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું.
મારી એક ફરિયાદ..
રાહુલ ગાંધીએ કહ્યુ કે મારી એક ફરિયાદ પણ છે. ગુજરાત કોંગ્રેસમાં કોઈ કમી નથી તેવુ પણ ન કહી શકાય. એક કાર્યકર્તાએ મને કહ્યું કે, રાહુલજી, કોંગ્રેસમાં એક તકલીફ એવી છે કે, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નનો હોય છે. ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. કાર્યકર્તાએ મને કહ્યું કે, આ તમે બંધ કરાવો. હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું, અને લગ્નના ઘોડાના લગ્નના બારાતમાં નચાવીશું.
નફરતથી નહિ, પ્રેમથી તેમને હરાવીશું
આ કામ હવે ગંભીરતાથી કરવાનું છે. ગુજરાતના સીનિયર નેતાઓએ મને કહ્યું કે, ગુજરાતમાં આપણને 40 સીટ મળશે, મેં કહ્યું કે 40 નહિ પણ આપણે ચૂંટણી જીતીશું. માત્ર 16 સીટથી અમે હાર્યા છીએ. 3 વર્ષમાં અમે ફિનીશ લાઈન સુધી પહોંચ્યા હતા, ત્રણ વર્ષમાં આપણે આગળી નીકળી જશું. તમે લાઠી ખાધી, માર ખાધો હવે બહુ થયું. નફરતથી નહિ, પરંતું પ્રેમથી તેમને હરાવીશું. નરેન્દ્ર મોદીના વિઝનનો ગુબ્બારો ફૂટી ગયો છે.