મહારાષ્ટ્ર સરકારે ક્રિકેટર્સને 11 કરોડ આપવા પર વિપક્ષે કહ્યું- મુખ્યમંત્રી પોતાના ખિસ્સામાંથી પૈસા આપે

maharashtra-govt-11-caror

પત્રકારો સાથે વાતચીતમાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, રાજ્યના ખજાનામાંથી 11 કરોડ રુપિયા આપવાની જરુર શું હતી?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમ માટે 11 કરોડ રુપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી

ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ તેમના પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ભારતના આ પ્રદર્શન માટે BCCIએ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમગ્ર ભારતીય ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ જાહેરાત વિધાન ભવનમાં કરવામાં આવી જ્યાં ટીમના મુંબઈના ચાર ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને સન્માનિત કરવામાં આવ્યા. હતા.

મહારાષ્ટ્રમાં વિપક્ષ કોંગ્રેસ અને શિવસેનાએ ટી20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમને 11 કરોડ રુપિયાની ઈનામ આપવાની એકનાથ શિંદેની સરકારની જાહેરાત પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યા કે, આવું કરીને સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે. વિપક્ષી દળોએ કહ્યું કે, તેમણે ક્રિકેટર્સની ઉપલબ્ધિ પર ગર્વ છે, પરંતુ રાજ્યના ખજાનામાંથી 11 કરોડ રુપિયા આપવાની કોઈ જરુર નથી. તેમણે મુખ્યમંત્રીને આ રકમ પોતાના ખિસ્સામાંથી આપવાનું કહ્યું.

પત્રકારો સાથે વાતચીતમાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, રાજ્યના ખજાનામાંથી 11 કરોડ રુપિયા આપવાની જરુર શું હતી? આ પોતાની પીઠ થપથપાવા માટે છે.. ખજાનો ખાલી થવા દો… ગરીબોને મરવા દો. પરંતુ સરકાર પોતાની પીઠ થપથપાવવા માગે છે.

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું, ખેલાડીઓને રાજ્યના ખજાનામાંથી 11 કરોડ રુપિયા આપવાની જરુર નથી. દરેક લોકોને તેમની ઉપલબ્ધિ પર ગર્વ છે અને તેમણે પર્યાપ્ત પુરસ્કાર રકમ મળી છે. મુખ્યમંત્રીએ પોતાના ખિસ્સામાંથી 11 કરોડ રુપિયા આપવા જોઈતા હતા. વડેટ્ટીવાર કોંગ્રેસથી અને દાનવે શિવસેના (યૂબીટી)ના નેતા છે.

ભાજપના નેતાએ એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, વિજય વડેટ્ટીવારના વિચાર વિકૃત અને નાના છે. આખો દેશ ટીમ દ્વારા ટી20 વિશ્વકપ જીતવા પર ખુશ છે. લોકોએ જોયું કે કઈ રીતે ક્રિકેટ પ્રશંસક મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટર્સ પર પોતાનો પ્રેમ અને પ્રશંસા વરસાવવા માટે મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. પરંતુ વડેટ્ટીવાર આ કાર્યક્રમને પણ રાજનીતિકરણ કરવા માગે છે. ભાજપના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કોંગ્રેસ પર પલટવાર કરતા આ મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.