PM સન્માન નિધી યોજના: લાભાર્થી ખેડૂતોએ આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત

pm-kisanYojna

પીએમ કિસાન યોજનાનો ૧૮મો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ૩૦મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રાજ્યના લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં વાર્ષિક રૂપિયા 6 હજાર લેખે ત્રણ સમાન હપ્તામાં સહાયની રકમ જમા કરાવવામાં આવે છે. ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર જે ખેડૂતોએ ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ તથા આધાર સીડીંગનું સ્ટેટસ અનેબલ નથી કરાવ્યું તેવા લાભાર્થીઓએ આગામી તા. ૩૦મી જુલાઈ, ૨૦૨૪ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજીયાત છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવું ફરીજીયાત કરવામાં આવ્યું છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૧૮માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી તા. ૩૦મી જુલાઈ, ૨૦૨૪ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો ૧૮મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવશે, તો પણ તેમનો ૧૮મો હપ્તો જમા થઈ જશે.

સ્થિતિ કેવી રીતે તપાસવી

  • અરજી કરનાર ખેડૂતોએ અધિકૃત સાઈટ pmkisan.gov.in ની મુલાકાત લેવી જોઈએ.
  • પછી ખેડૂત ‘ફાર્મર કોર્નર’ વિભાગ હેઠળ ‘લાભાર્થી સ્થિતિ’ વિકલ્પ પર ક્લિક કરે છે.
  • હવે ખેડૂતે પોતાનો આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા ફોન નંબર નાખવો પડશે.
  • આ પછી ખેડૂતોએ કેપ્ચા કોડ નાખવો પડશે
  • હવે તમારી સ્ક્રીન પર સ્ટેટસ દેખાશે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો ફાયદો સીધો દેશના સામાન્ય ખેડૂતોને થાય છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ સામેલ છે. આ યોજના હેઠળ, 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 3,000 રૂપિયા એટલે કે 36,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ, સરકાર એવા નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપે છે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ યોજનામાં પ્રવેશવા માટે, ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ અને તમારે દર મહિને 55 થી 200 રૂપિયા (ઉંમરના આધારે) નું યોગદાન આપવું પડશે. આ પછી, 60 વર્ષ પૂર્ણ થવા પર, તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે.