ભાજપે 24 રાજ્યોના પ્રભારી-સહપ્રભારીઓ જાહેર કર્યા, જાણો કયા નેતાને કયા રાજ્યમાં મળ્યું સ્થાન

bjp-announce-president-list

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રભારીઓની નિમણૂંક કરી

ભારતીય જનતા પાર્ટીએ દેશભરના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં 10માંથી એકેય બેઠક જીતી શકી નથી. ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા છે. પંજાબમાં સહ પ્રભારી તરીકે ડૉ નરીંદર સિંઘની નિમણૂક કરાઈ છે.

https://x.com/ANI/status/1809185831300862259

તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ આમાં મોટી જવાબદારી મળી છે અને તેમને ઉત્તર-પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહ-પ્રભારી નિમ્યાં છે. અરૂણાચલ પ્રદેશમાં ધારાસભ્ય અશોક સિંઘલને, અંદામાન નિકોબાલમાં રઘુનાથ કુલકર્ણીને, છત્તીસગઢમાં ધારાસભ્ય નિતિન નબીનને, દાદરા અને નગર હવેલીમાં દુષ્યંત પટેલને, ગોવામાં આશીષ સૂદને પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત હરિયાણામાં ડૉ.સતીશ પૂનિયાને પ્રભારી અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરને સહ-પ્રભારી, હિમાચલ પ્રદેશમાં શ્રીકાંત શર્માને પ્રભારી અને સંજય ટંડનને સહ-પ્રભારી, જમ્મુ-કાશ્મીરમાં તરૂણ ચુગને પ્રભારી અને આશીષ સૂદને સહ-પ્રભહારી બનાવ્યા છે.

જાણો કોને ક્યા રાજ્યની જવાબદારી મળી

    રાજ્ય                  પ્રદેશ પ્રભારી                      સહ પ્રભારી
આંદામાન નિકોબાર રધુનાથ કુલકર્ણી 
અરુણાચલ પ્રદેશ અશોક સિંઘલ 
બિહાર વિનોદ તાવડે દિપક પ્રકાશ 
છત્તીસગઢ નિતિન નબીન 
દાદરા નગર હવેલી અને દીવદમણદુષ્યંત પટેલ  
ગોવા આશિષ સુદ 
હરિયાણાડૉ સતિષ પુનિયાસુરેન્દ્રસિંઘ નાગર 
હિમાચલ પ્રદેશશ્રીકાંત શર્માસંજય ટંડન 
જમ્મુ કાશ્મીર તરુણ ચગઆશિષ સુદ
ઝારખંડ લક્ષ્મીકાંત બાજપેઈ 
કર્ણાટક રાધામોહનદાસ અગ્રવાલ સુધાકર રેડ્ડી
કેરલ પ્રકાશ જાવડેકર અપરાજિતા સારંગી 
લદ્દાખ તરુણ ચગ  
મધ્યપ્રદેશ મહેંદ્રસિંહ સતિષ ઉપાધ્યા 
મણિપુર અજિત ગોપચડે 
મેઘાલય અનિલ એન્ટોની 
નાગાલેન્ડઅનિલ એન્ટોની 
મિઝોરમદેવેશ કુમાર  
ઓરિસ્સાવિજયપાલસિંહ તોમર લતા ઉસેંડી 
પુડુચેરી નિર્મલકુમાર સુરાના  
પંજાબવિજય રુપાણી નરિંદરસિંઘ
સિક્કિમદિલિપ જયસ્વાલ  
ઉત્તરાખંડ દુષ્યંત કુમાર ગૌતમ રેખા વર્મા
નોર્થ ઈસ્ટ સ્ટેટકોઓર્ડિનેટર -સંબિત પાત્રા 
 જોઈન્ટ કોઓર્ડિનેટર – વી મુરલીધરન