‘સેનાને રાજકારણમાં વચ્ચે ન લાવો’, રાહુલના નિવેદન બાદ પૂર્વ એરફોર્સ ચીફે રાહુલ ગાંધીને કરી ટકોર

Ex-IAF-chief-RKS-Bhadauria

રાહુલના નિવેદન બાદ ભારતીય સેનાનું નિવેદન આવ્યું સામે
અગ્નિવીરના પરિવારને વળતરને લઈને ખોટું બોલવાનો આરોપ લગાવવા બદલ દેશની માંફી માંગે

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો હતો કે અજય સિંહના પરિવારને વળતર આપવામાં આવ્યું નથી. કોંગ્રેસ સાંસદે ટ્વિટર પર અજય સિંહના પિતાનું નિવેદન પણ બતાવ્યું હતું અને દાવો કર્યો હતો કે પરિવારને કંઈ મળ્યું નથી. આ પછી રાહુલે કહ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ લોકસભામાં ખોટું બોલ્યા છે અને રક્ષા મંત્રીએ માફી માંગવી જોઈએ. ભારતીય સેનાએ રાહુલના દાવાને નકારી કાઢ્યો હતો.

ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડાએ અગ્નિપથ યોજના પર પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહ પર અગ્નિવીર અજય કુમારના પરિવારને વળતરને લઈને ખોટું બોલ્યાનો આરોપ લગાવવા બદલ માફીની માંગ કરી હતી.

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે અજય સિંહના પરિવારને 98.39 લાખ રૂપિયા પહેલાથી જ આપવામાં આવ્યા છે. ભારતીય સેનાએ કહ્યું હતું કે અજય સિંહના પરિવારને કુલ 1.65 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ADG PIએ જણાવ્યું હતું કે ભારતીય સેના અગ્નિવીર અજય કુમારને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અગ્નિવીર અજયના પરિવારજનોને 98.39 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.અગ્નિવીર યોજનાની જોગવાઈઓ મુજબ આશરે 67 લાખ રૂપિયાની સહાય અને અન્ય લાભો પોલીસ વેરિફિકેશન બાદ ચૂકવવામાં આવશે. કુલ રકમ અંદાજે 1.65 કરોડ આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય વાયુસેનાના પૂર્વ વડા આરકેએસ ભદૌરિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના પર સવાલ ઉઠાવ્યા હતા. ભદૌરિયાએ કહ્યું કે રક્ષા મંત્રી પર આરોપ લગાવવા બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અગ્નિવીર અજય સિંહે તેમની સેવા દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને રક્ષા મંત્રી આ મામલે ખોટું બોલ્યા કે અજય સિંહના પરિવારને વળતર આપવામાં આવ્યું છે.

આરકેએસ ભદૌરિયાએ કહ્યું, ‘લોકસભામાં અગ્નિવીરના મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. હવે નવી ચર્ચાને વેગ મળ્યો છે કે સંરક્ષણ મંત્રી ખોટું બોલ્યા. રક્ષામંત્રીનો શહીદ અગ્નિવીરના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે. રાહુલ ગાંધીએ આ મામલે માફી માંગવી જોઈએ કારણ કે હકીકત સામે આવી છે કે અજય સિંહના પરિવારને 98 લાખ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે. હવે વધુ 67 લાખ રૂપિયા અજય સિંહના પરિવારને આપવામાં આવશે.

આ સાથે જ પૂર્વ પ્રમુખે જણાવ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને સેનાને આ પ્રકારની રાજનીતિમાં સામેલ ન કરવી જોઈએ. અગ્નિવીર વ્યાપક ચર્ચાઓ પછી અમલમાં લાવવામાં આવી છે.આ યોજના હેઠળ ભરતી થયેલા લોકોને આપવામાં આવતી તાલીમ અંગે કોઈને શંકા ન હોવી જોઈએ નહીં. આ યોજના હેઠળ તાલીમ પામેલા સૈનિકો કોઈપણ રીતે સામાન્ય સૈનિકથી ઓછા નથી. તેઓ યુદ્ધ દરમિયાન સામાન્ય સૈનિકોની જેમ જ કામગીરી કરશે.