મુંબઈના મરીન ડ્રાઈવથી ભારતીય ખેલાડીઓનો રોડ-શો શરૂ, મરીન ડ્રાઇવ પર 3 લાખથી વધુ ચાહકો ઉમટ્યા

victory-parade

ઓપન બસમાં ટ્રોફી સાથે જોવા મળતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
સ્ટેડિયમમાં સન્માન સમારોહમાં તેમને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

T-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું વિક્ટ્રી પરેડ શરૂ ગઈ છે. ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે તિરંગા અને ટ્રોફી સાથે વિજય રથ (ઓપન રૂફ બસમાં) પર સવાર થયા છે. વિજય રથ અહીંથી 2.2 કિમી દૂર સ્થિત વાનખેડે સ્ટેડિયમ જશે. આ પછી, સ્ટેડિયમમાં સન્માન સમારોહમાં તેમને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

મુંબઈના દરિયા કાંઠે આવેલા મરીન ડ્રાઈવ પર આજે આહલાદક વાતાવરણની સાથે ટી20 વર્લ્ડકપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ અહીં ભારતીય ક્રિકેટરો ટ્રોફી સાથે ખુલ્લી બસમાં પરેડ કરી રહ્યા છે. જ્યારે બસની આસપાસ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટેલી જોવા મળી રહી છે. અહીં ચોતરફ ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે.

વીડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરોઃ

https://x.com/ANI/status/1808870287712399775

મુંબઈમાં ચાલી રહેલા રોડ શો દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન કોહલી પણ ખુશીમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. રોહિતે કોહલી સાથે મળીને ચાહકોની સામે ટ્રોફી ઉપાડી જેના કારણે ત્યાં હાજર લોકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો. આ દરમિયાન ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ પણ રોહિત અને કોહલીને પ્રોત્સાહિત કર્યા હતા.

વીડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરોઃ

https://x.com/Sanjaysinh9542/status/1808876310367703107

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદ આજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ યોજાઇ રહી છે. ત્યારે લાખોની સંખ્યામાં લોકો વાનખેડે તથા મરીન ડ્રાઈવની આસપાસ એકત્રિત થયા છે. મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે. એવામાં મુંબઈ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હવે કોઈ મરીન ડ્રાઈવ તરફ પ્રવાસ કરે નહીં.

મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સહિત તમામ ખેલાડીઓ ટીમની બસમાં સવાર છે. ટીમ બસમાં BCCI સેક્રેટરી જય શાહ અને રાજીવ શુક્લા પણ હાજર છે. ચહલ અને કુલદીપ ત્રિરંગો ઓઢીને જોવા મળ્યા હતા.

વીડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરોઃ

https://x.com/BCCI/status/1808867665223823645

બસમાં મુસાફરી કરી રહેલા ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રોડ શો હવે વાનખેડે સ્ટેડિયમ પાસે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ચાહકોનો ઉત્સાહ પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન બસની છતનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં ખેલાડીઓનો ઉત્સાહ જોઈ શકાય છે.

વીડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરોઃ

https://x.com/TanayRssSanghi/status/1808867736233332776

હાર્દિક પંડ્યાએ વિજય પરેડ પહેલા એક્સ પર પોસ્ટ શેર કરી હતી. આમાં તેણે ટ્રોફી સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘જલદી મળીશું, વાનખેડે.’

વીડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરોઃ

https://x.com/ANI/status/1808875159174197480

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વિજય સરઘસ દરમિયાન ચાહકોની સામે એકબીજાને ગળે લગાવ્યા હતા અને ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આ બંને મહાન ખેલાડીઓને એકસાથે જોઈને ત્યાં હાજર પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત હતા. ફાઇનલ મેચ જીત્યા બાદ કોહલી અને રોહિતે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત અને કોહલીને એકસાથે જોઈને ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો અને આ બંને ખેલાડીઓ પણ ખૂબ જ ખુશ દેખાતા હતા.