લોકસભામાં રાહુલગાંધીના નિવેદનથી ગૃહમાં થયો હોબાળો, બીજેપીનાં અનેક નેતાઓએ કરી ટીકા

bjp-leaders

લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર વિપક્ષના નિવેદનને લઇને હોબાળો મચ્યો છે. રાહુલ ગાંધીના એક નિવેદનથી સદનમાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં આજે રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુત્વ ડર, નફરત અને જૂઠ ફેલાવતું નથી. પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા અને નફરત ફેલાવવા માટે 24 કલાક કામ કરે છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને શાસક પક્ષે રાહુલ ગાંધીના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી નથી જાણતા કે આ દેશના કરોડો લોકો ગર્વથી પોતાને હિંદુ કહે છે. શું આ બધા લોકો હિંસા કરે છે? આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જગ્યાએથી ઉભા થયા. સંભવતઃ આ પહેલો પ્રસંગ હતો જ્યારે PM મોદીએ વિપક્ષના નેતાને આ રીતે જવાબ આપ્યો હોય.

આ પહેલા રાહુલ ગાંધીએ ગૃહમાં ભગવાન શિવની તસવીર દેખાડી હતી, પરંતુ જ્યારે સ્પીકરે તેમને અટકાવ્યા ત્યારે રાહુલે પૂછ્યું કે શું ભગવાન શિવની તસવીર ન બતાવી શકાય? ભગવાન શિવ અભય મુદ્રામાં છે. ગુરુ નાનક જી અભય મુદ્રામાં છે. અભય મુદ્રામાં ભગવાન મહાવીરની તસવીર પણ દર્શાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે તમામ મહાપુરુષોએ અહિંસાની વાત કરી, ભય દૂર કરવાની વાત કરી અને કહ્યું કે ડરશો નહીં, ડરશો નહીં. અભય મુદ્રા એટલે ગભરાવું નહીં. હવે મોદી સરકારના મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

રાહુલગાંધીએ હિંદુઓ વિશે ટિપ્પણી કરતા અમિત શાહ, પીએમ મોદી અન્ય નેતાઓએ પણ ટીકા કરી હતી.

હિન્દુ સમાજની માફી માંગે રાહુલ ગાંધી : જેપી નડ્ડા

https://x.com/ANI/status/1807746470101070264

નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ. વિપક્ષના નેતા હવે 5 વખત સાંસદ છે પરંતુ તેઓ ન તો સંસદીય શિષ્ટાચાર શીખ્યા છે કે ન તો સભ્યતાની કોઈ સમજણ ધરાવે છે.

ચિરાગ પાસવાને શું કહ્યું ?

https://x.com/AHindinews/status/1807736598915948859

રાહુલ ગાંધીના સંબોધન પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે કોઈ પણ શિવભક્ત આ સહન કરી શકે નહીં. વિપક્ષના નેતા તરીકે તમે લોકોની ભાવનાઓ સાથે રમત કરી રહ્યા છો. જો તમારે તમારી વાત રજૂ કરવી હોય તો તમારે તથ્ય સાથે વાત કરવી જોઈએ. તમે માત્ર ગૃહને ગેરમાર્ગે દોર્યું છે.

જી કિશન રેડ્ડીએ શું કહ્યું ?

https://x.com/AHindinews/status/1807727399649562850

તો કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે હું દેશના લોકોને વિનંતી કરું છું કે તેઓ આવા લોકોથી સાવચેત રહે કારણ કે આજે માત્ર હિન્દુત્વના કારણે જ લોકશાહી અને શાંતિ છે. જ્યારે હિન્દુત્વ નહીં હોય, ત્યાં લોકશાહી નહીં હોય.

શહેજાદપૂનાવાલાએ શું કહ્યું ?

https://x.com/AHindinews/status/1807713830602207556

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સંબોધન પર ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે ચૂંટણી પૂરી થઈ ગઈ પરંતુ હિન્દુઓ પ્રત્યે નફરત ફેલાવવાનું કોંગ્રેસનું કામ અને એજન્ડા આજે પણ ચાલુ છે. નેતા પ્રતિપક્ષ રાહુલગાંધી જ લોકશાહીના મંદિરમાં બેસીને આ કામ કરી રહ્યા છે. શું કોઈ અન્ય ધર્મ વિરુદ્ધ આવી વાતો તમે કરશો ?… 99 સીટો શું આવી ગઇ કે આ રીતે હિન્દુઓનું અપમાન કરશો?