પુણેના લોનાવાલા ભૂશી ડેમમાં ડૂબી જવાથી 2 સગીર સહિત પરિવારના 5 લોકોના મોત, હચમચાવી દે એવો વીડિયો

Lonavla-Tragedy

લોનાવલા ડેમ દુર્ઘટના: ભૂશી ડેમની પાછળના ધોધમાં ન્હાવા જવાથી આખો પરીવાર તણાઈ ગયો હતો. બે સગીર સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં, પોલીસે જણાવ્યું હતું

પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસે એક મોટી ભયંકર દૂર્ઘટના સર્જાઇ છે જેમાં આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. ભૂશી ડેમની પાછળના ધોધમાં ન્હાવા જવાથી ડેમ છલકાઇ જતાં ડેમ પાસેના ધોધમાં 5 લોકો ડૂબી તણાયા છે. મળતી માહિતી મુજબ, તેમાં એક મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાય છે. 36 વર્ષની મહિલા અને તેની 13 અને 8 વર્ષની બે દીકરીનું પણ મોત થયું હતું. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે 2 મૃતદેહ બહાર કાઢ્યા છે. હાલમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

SP પંકજ દેશમુખે શું કહ્યું

પુણેના એસપી પંકજ દેશમુખે જણાવ્યું કે રાહત અને બચાવ માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ધોધમાં ડૂબી ગયેલા પાંચેય લોકો પુણે સૈયદ નગરના રહેવાસી છે. આ તમામ લોકો એક જ પરિવારના છે. પીડિતો, જેમના મૃતદેહ મળી આવ્યા છે, તેમની ઓળખ શાહિસ્તા અંસારી (36), અમીમા અંસારી (13) અને ઉમેરા અંસારી (8) તરીકે થઈ છે. ગુમ થયેલા લોકોમાં અદનાન અંસારી (4) અને મારિયા સૈયદ (9) છે.

લોનાવલા ડેમની દુર્ઘટના વીડિયોમાં કેદ

મહારાષ્ટ્રના પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસે ભયંકર દૂર્ઘટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખો પરિવાર જોરદાર પાણીની વચ્ચે ફસાઈ ગયો છે. થોડા સમય માટે સ્ત્રી બધા બાળકોને પોતાની સાથે રાખે છે, પરંતુ પછી પાણીના મોજાનો જોર વધવાના કારણે પરીવાર કાબુ ખોતા, પહેલા એક છોકરી નદીમાં પડી, મહિલા પણ તેને બચાવવા માટે કૂદી પડી. પછી એક પછી એક બધા નદીમાં કૂદી પડ્યા અને બધા જ તણાઈ ગયા હતા. જમીન પર ચીસો સંભળાય છે, દરેક મદદ માટે વિનંતી કરવાનું શરૂ કરે છે, પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું.