યુવકે બહાર આવવાની કોશિશ કરી પરંતુ પાણીનાં જોરદાર પ્રવાહમાં તે તણાઈ ગયો
પુણેમાં વધુ એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે. પુણેના પિંપરી ચિંચવાડમાં એક યુવક ધોધમાં કૂદી પડ્યો પરંતુ પાણીનાં પ્રચંડ પ્રવાહનાં કારણે બહાર નીકળી શક્યો નહીં અને તણાઈ ગયો. સોમવારે સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મિત્રો દ્વારા બનાવેલા વિડિયોમાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
વીડિયો જોવા નીચે ફોટો ઉપર ક્લિક કરો. 👇
લોનાવાલાના ભૂશી ડેમમાં આખો પરિવાર વહી જવાની ઘટના બાદ મહારાષ્ટ્રમાં વધુ એક ડરામણી ઘટના સામે આવી છે. પિંપરી ચિંચવડમાં એક યુવકે ખૂબ ઊંચાઈએથી ધોધમાં છલાંગ લગાવી હતી. આ પછી તેણે બહાર આવવાની કોશિશ કરી પરંતુ જોરદાર પ્રવાહમાં તે વહી ગયો. યુવક અન્ય 35 મિત્રો સાથે પુણેના પિંપરી ચિંચવાડથી તામ્હિની ઘાટ ધોધ પર ગયો હતો. આ સમગ્ર ઘટના તેના મિત્રોએ બનાવેલા વીડિયોમાં કેદ થઈ ગઈ છે. મૃતક યુવકની ઓળખ સ્વપ્નિલ ધાવડે તરીકે થઈ છે.
સ્વપ્નિલ ધાવડે તેના જીમમાંથી 35 લોકોના ગ્રુપ સાથે શનિવારે તામ્હિની ઘાટ સ્થિત પ્લસ વેલી ગયો હતો. સ્વપ્નિલ પિંપરી-ચિંચવડના ભોસરીના રહેવાસી હતો. સ્વપ્નીલે ધોધ પરથી પાણીમાં કૂદકો માર્યો હતો. ત્યાર બાદ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીનાં જોરદાર કરંટથી તે બહાર નિકળી શક્યો ન હતો, અને પાણીમાં તણાઈ ગયો હતો. મિત્રોએ તરત જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનને જાણ કરી. સ્થાનિક પ્રશાસને માહિતી મળ્યા બાદ રવિવારે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પછી સોમવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાયગઢ જિલ્લાના માનગાંવમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
સ્વપ્નિલના મિત્રોનું નિવેદન
સ્વપ્નીલના મિત્રોએ જણાવ્યું કે તેઓ બધા મજા માટે ધોધ પર ગયા હતા. સ્વપ્નીલે ઊંચાઈ પરથી કૂદીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો જોરદાર પ્રવાહ તેને વહાવી ગયો હતો. મિત્રોના કહેવા પ્રમાણે, તેઓએ સ્વપ્નિલને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.
આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસને લોકોને ચેતવણી આપી છે કે તેઓ ચોમાસા દરમિયાન ધોધ અને તેજ પ્રવાહવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવાની અને સલામત સ્થળોએ જ પિકનિક કરવાની સલાહ આપી છે.
નાયબ વન સંરક્ષક (પુણે) તુષાર ચવ્હાણે સાવચેતી રાખવા જાહેર અપીલ કરી છે. ચવ્હાણે કહ્યું, “અમે લોકોને વરસાદની મોસમમાં જંગલો અને ટેકરીઓની મુલાકાત લેતી વખતે ખૂબ કાળજી રાખવાની વિનંતી કરીએ છીએ.