અમદાવાદ SP રિંગ રોડ પર દારુ ભરેલી ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, તે દરમિયાન થાર સાથે અકસ્માત થયો હતો

અમદાવાદમાં વધુ એક મોટા અકસ્માતના ધટનાના સમાચાર સામે આવ્યા છે, બોપલ વકિલ બ્રિજ પાસે  ફોર્ચ્યુનર અને થાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જયારે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર હેઠણ સિવિલમાં ખસેડવામાં અવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ સરખેજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, બોપલ ના વકીલ સાહેબ બ્રિજ પાસે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ થાર અને દારુ ભરેલી ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક પાસે થાર કાર યુટર્ન લઈ રહી હતી તે સમયે કાર ચાલાકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને થારને ટક્કર મારતા બંને કારના ભૂક્કા બોલી ગયા હતા. પોલીસ અનુસાર, થાર 100 ફૂટથી દૂર ઘસડાઈ હતી, જ્યારે ફોર્ચ્યુનર પર ફંગોળાઈ ગઈ હતી. થારમાં બેઠેલા બે વ્યક્તિ અને ફોર્ચ્યુનરમાં બેઠેલા એક વ્યક્તિ એમ ત્રણ લોકોના મોત થયા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, વહેલી સવારે પાંચ વાગે આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, થાર 100 ફૂટથી દૂર ઘસડાઈ હતી, જ્યારે ફોર્ચ્યુનર પર ફંગોળાઈ ગઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે વ્યક્તિ અને ફોર્ચ્યુનરમાં બેઠલ એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. થારમાં સવાર અજિત ભરત કાઠી, ઉ.વર્ષ 30 વિરમગામ અને મનીષ ભગવતીપ્રસાદ ભટ્ટ, ઉ.વર્ષ 54 સાબરમતી આ બે લોકોના મૃત્યુ નિપજ્યુ હતું ત્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર મૃતક ઓમપ્રકાશ ઉ.વર્ષ 37 અને એક ઇજાગ્રસ્ત રાજેન્દ્ર સાહુ છે જે સારવાર હેઠળ છે.