દેશભરમાં 1 જુલાઈથી IPCની જગ્યાએ ત્રણ નવા કાયદાઓ અમલમાં મુકાશે

Three new laws

1860માં અંગ્રેજોના સમયમાં ભારતીય દંડ સંહિતા (IPC) કાયદો હવે ભારતમાં નહીં ચાલે, તેની જગ્યાએત્રણ નવા ફોજદારી કાયદાઓ દેશભરમાં લાગુ કરવામાં આવશે.

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ત્રણ નવા કાયદાઓ 1 જૂલાઈ (સોમવાર)થી અમલમાં મુકાશે. 1860માં બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા (IPC), ભારતીય પુરાવા અધિનિયમ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CRPC)ને બદલે ત્રણ નવા ફોજદારી કાયદાઓ સોમવારથી અમલમાં આવશે. આ ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ અને ભારતીય પુરાવા અધિનિયમ છે.

નિષ્ણાતોના મતે ત્રણ નવા કાયદા આતંકવાદ, મોબ લિંચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા બનાવો જેવા ગુનાઓ માટે સજાને વધુ કડક બનાવશે. ભારતીય ન્યાયિક સંહિતામાં 20 નવા ગુના ઉમેરવામાં આવ્યા છે, જ્યારે IPCમાં હાજર 19 જોગવાઈઓ દૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત 33 ગુનામાં જેલની સજામાં વધારો કરવામાં આવ્યો છે. 83 જોગવાઈઓમાં દંડની સજામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 23 ગુનાઓમાં ફરજિયાત લઘુત્તમ સજાની જોગવાઈ કરવામાં આવી છે અને 6 ગુનાઓમાં ‘સમુદાય સેવા’ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

1 જુલાઈથી નવા કાયદાનો થશે અમલ

કોઈપણ ગુનામાં 15 દિવસના પોલીસ રિમાન્ડ લેવાની જોગવાઈ છે અને ધરપકડના 40 દિવસ કે 60 દિવસ દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે. એક રીતે આ જોગવાઈ આ સમયગાળા દરમિયાન જામીનની જોગવાઈને અસર કરશે. નોંધનીય છે કે હાલની જોગવાઈ એવી છે કે ધરપકડના 15 દિવસની અંદર જ રિમાન્ડ લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં 357 કલમો છે. જૂના વસાહતી કાળની ઘણી પરિભાષાઓ દૂર કરવામાં આવી છે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા હેઠળ ઘણી કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.

કલમ 302 હત્યાની કલમ બદલીને 102 કરી

રાજદ્રોહને બદલે દેશ દ્રોહ, છેતરપિંડી કરનારાઓને ‘420’ નહીં 316, હત્યાની કલમ 302 નહીં 102, હત્યાનો પ્રયાસ 307ની જગ્યાએ 109 કલમ તથા મારપીટની ઘારા 323ના બદલે 115 કરી છે. ખાલી કલમના આંકડાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમુક કલમમાં સજાનો પ્રાવધાન વધાર્યો છે તો અમુકમાં ઓછું કર્યુ છે. કોઈપણ ગુનામાં 15 દિવસના પોલીસ રિમાન્ડ લેવાની જોગવાઈ છે અને ધરપકડના 40 દિવસ કે 60 દિવસ દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે. એક રીતે આ જોગવાઈ આ સમયગાળા દરમિયાન જામીનની જોગવાઈને અસર કરશે. નોંધનીય છે કે હાલની જોગવાઈ એવી છે કે ધરપકડના 15 દિવસની અંદર જ રિમાન્ડ લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં 357 કલમો છે. જૂના વસાહતી કાળની ઘણી પરિભાષાઓ દૂર કરવામાં આવી છે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા હેઠળ ઘણી કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.

1 જુલાઈથી નવા કાયદાનો થશે અમલ

1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા દેશમાં લાગુ થવાના છે. પરંતુ તે પહેલા જ તેના પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. ત્રણ નવા ફોજદારી કાયદાના અમલના ત્રણ દિવસ પહેલા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં ત્રણેય કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં એવી માગણી કરવામાં આવી છે કે ત્રણેય ફોજદારી કાયદાનો અમલ કરતા પહેલા નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિ સમક્ષ વિગતવાર અભ્યાસ થવો જોઈએ.

ત્રણ દિવસ પહેલા જ અંજલિ પટેલ અને છાયા મિશ્રાએ આ માંગણી કરીને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. કોંગ્રેસ પણ કંઈક આવી જ માંગ કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણને મુલતવી રાખવું જોઈએ જેથી કરીને આ ત્રણ કાયદાઓની ગૃહ બાબતો પર સંસદની પુનઃરચિત સ્થાયી સમિતિ દ્વારા સંપૂર્ણ સમીક્ષા કરી શકાય.

નવા ફોજદારી કાયદા શું છે?

‘ઝીરો’ FIR, પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવી, ઈલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ અને તમામ જઘન્ય ગુનાઓના ગુનાના દ્રશ્યોની ફરજિયાત વિડિયોગ્રાફી એ ત્રણ નવા ફોજદારી કાયદાના મુખ્ય મુદ્દા છે, જે 1 જુલાઈથી અમલમાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023 એ ભારતીય નાગરિકોને સશક્તિકરણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને તેનો હેતુ બધા માટે વધુ સુલભ, મદદરૂપ અને અસરકારક ન્યાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે.