સેન્સેક્સ પહેલીવાર 79000ને પાર, નિફ્ટીએ પણ 24000ની સીમા કરી પાર

Sensex crosses 79000 for the first time

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી મોટી કંપનીઓના શેરમાં ખરીદી ઉછાળામાં મહત્ત્વનો ફાળો

આજે 27 જૂન ગુરુવારે શરૂઆતના કારોબારમાં ઘટાડા બાદ સ્થાનિક બજારોએ વેગ પકડ્યો હતો અને સેન્સેક્સે પ્રથમ વખત 79,000નો આંકડો પાર કર્યો હતો. નિફ્ટી પણ તેના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. બીએસઈનો 30 શેરો ધરાવતો ઈન્ડેક્સ સેન્સેક્સ 339.51 પોઈન્ટ વધીને 79,013.76 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી મોટી કંપનીઓના શેરમાં ખરીદીએ તેજીમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. નિફ્ટી પણ 97.6 પોઈન્ટ વધીને 23,966.40ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં લિસ્ટેડ 30

સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. મારુતિ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરને સૌથી વધુ નુકસાન થયું હતું. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ખોટમાં રહ્યો હતો.

બુધવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.21 ટકા ઘટીને US$85.07 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બુધવારે મૂડીબજારમાં વેચાણકર્તા હતા અને તેમણે રૂ. 3,535.43 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.