ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઈનલઃ વરસાદનાં કારણે મેદાન ભીનુ હોવાથી ટોસ મોડો થશે

semifinale

વરસાદ ઘડીકમાં બંધ થાય છે, તો ઘડીકમાં શરૂ થઈ જાય છે જેથી મેચ ક્યારે શરૂ થશે તે કહેવુ મુશ્કેલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ સેમીફાઈનલ મેચ પર પણ વરસાદનો ખતરો છે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં આજે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થવા જઈ રહ્યો છે ત્યારે ગયાનામાં ટૉસના અડધો કલાક પહેલા જ ત્યાં વરસાદ શરૂ થયો હતો અને પિચને ઢાંકી દેવી પડી હતી. જો કે હાલ વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ પિચ હજુ પણ કવરથી ઢંકાયેલી છે. જેને લીધે હવે ટૉસ પણ મોડો થશે.

ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં થોડીવારમાં મુકાબલો શરૂ થવાનો છે. મેચના સમયે ગયાનામાં વરસાદ પડવાની સંભાવના 75% છે અને ત્યાં કોઈ રિઝર્વ-ડે પણ નથી. વરસાદને કારણે જો મેચ નહીં થાય તો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી જશે કારણ કે તે સુપર-8 રાઉન્ડમાં ગ્રૂપ ટોપર હતી. પરંતુ હાલ સૌથી ચિંતાજનક બાબત એવી છે કે, વરસાદ ઘડીમાં બંધ થાય છે, તો ફરી ફરી શરૂ થઈ જાય છે. તેથી મેચ શરૂ થયા બાદ વરસાદ વિલન બનવાની શક્યતા છે.

https://x.com/BCCI/status/1806325349007167633

ભારતને 10 વર્ષ બાદ ફરી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડની ટીમ સામે 2 વર્ષ જૂની હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. 2022ની T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતની નજર ઈંગ્લેન્ડ સાથે જૂના સ્કોરને સેટલ કરીને ફાઇનલમાં પ્રવેશવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર વખત ટક્કર થઈ છે, જેમાં ભારત અને ઈંગ્લેન્ડ બંનેએ 2-2 મેચ જીતી છે.