T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર તેમજ 200 સિક્સ મારનાર પ્રથમ ખેલાડી બન્યો રોહિત શર્મા

Rohit-Sharma-Record

રોહિત શર્માએ કોહલી અને બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો
T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો

સુપર-8ની છેલ્લી મેચ સોમવારે સેન્ટ લુસિયાના ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતે T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહીત શર્માએ 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 92 રનની શાનદાર ઇનિંગ રમી ઈતિહાસ રચ્યો હતો. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ મેચમાં રોહિત શર્માએ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.

રોહિત શર્મા હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ ઈનિંગ સાથે તેણે T20 ક્રિકેટની 149 ઈનિંગ્સમાં કુલ 4,165 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં સૌથી વધારે 5 શતક અને 31 અર્ધ-શતક તેના નામે છે.

રોહીત શર્માએ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવીને વિરાટ કોહલી અને બાબર આઝમને પાછળ છોડીને નંબર-1નાં સ્થાને પહોંચી ગયો છે. તેણે 116 ઇનિંગ્સમાં 4,145 રન બનાવનાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. આ સિવાય તેણે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. કોહલીના નામે T20 ક્રિકેટમાં 4,103 રન છે.

રોહિતે મિચેલ સ્ટાર્કની બીજી ઓવરમાં આક્રમક બેટિંગ કરી અને એક ઓવરમાં 29 રન બનાવ્યા. તેણે 8 સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા, આ સાથે તેણે 2007માં યુવરાજ સિંહના રેકોર્ડને પાછળ છોડી દીધો જેણે એક ઇનિંગમાં સૌથી વધુ 6 સિક્સ ફટકારી હતી. આ સિવાય રોહિત શર્મા T20માં 200 સિક્સ મારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે..

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 132 છગ્ગા ફટકાર્યા છે, તેણે ક્રિસ ગેલના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 130 છગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 205 રન કર્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 181ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.