18મી લોકસભા સત્રના બીજા દિવસે આજે નવા ચુંટાયેલા સાંસદોએ શપથ ગ્રહણ કર્યાં હતા. શપથ ગ્રહણ કરતી વખતે સાંસદને શપથની સાથે પોતાના નેતાઓ કે પછી પોતાની આસ્થા કે એજન્ડા અંગે બોલવાનું હતું. ત્યારે કેટલાક સાંસદોનો શપથ લેવાનો અંદાજ ચર્ચામાં રહ્યો હતો. જેમાં અસદુદ્દીન ઓવૈસી, અતુલ ગર્ગ અને છત્રપાલસિંહ ગંગવારનાં શપથ બાદ વિપક્ષે હંગામો મચાવ્યો હતો.
અસદુદ્દીન ઓવૈસીએ તો શપથ બાદ જય ભીમ, જય મીમ, જય તેલંગાના અને જય પેલેસ્ટાઈનના સૂત્રોચ્ચાર કર્યા. ઓવૈસીએ ‘જય પેલેસ્ટાઈન’ બોલ્યા બાદ વિપક્ષે આરોપો લગાવ્યા હતા. ઓવૈસીને લઈને કહેવામાં આવ્યું હતું કે, બંધારણ અને લોકતંત્રની હાકલ કરનારા ઓવૈસી માત્ર પોતાના સમુદાય પ્રત્યે વફાદારી ધરાવે છે. ઓવૈસીએ આજે દેશની સંસદમાં પેલેસ્ટાઈનનો જયજયકાર કરીને પોતાની વફાદારી બતાવી હતી.
https://x.com/Politicspedia23/status/1805552898962579805
ઔવેસી બાદ ઉત્તરપ્રદેશના સાંસદનો વારો હતો. આ દરમિયાન ગાઝિયાબાદ લોકસભા સીટ પરથી ચુંટાયેલા ભાજપના સાંસદ અતુલ ગર્ગે શપથ બાદ જનસંઘ અને ભાજપના નેતાઓની જય બોલાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ લીધું. અતુલ ગર્ગે કહ્યં, શ્યામા પ્રસાદ મુખર્જી ઝિંદાબાદ, દીનદયાલ ઉપાધ્યાય ઝિંદાબાદ, અટલ બિહારી વાજપેયી ઝિંદાબાદ, નરેન્દ્ર મોદી ઝિંદાબાદ.
https://x.com/Politicspedia23/status/1805560754457686078
જ્યારે તેઓ મંચ પરથી જવા લાગ્યા તો રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ વાંધો ઉઠાવ્યો. તો અતુલ ગર્ગ પાછા વળ્યા અને તેમણે ફરી ડૉ. હેડગેવાર ઝિંદાબાદ બોલીને પરત ફર્યાં. ડૉ. હેડગેવાર આરએસએસના સંસ્થાપક હતા. તેમણે 1925માં આરએસએસની સ્થાપના કરી હતી. આ રીતે અતુલ ગર્ગે વાંધાના જવાબમાં કડક સ્ટેન્ડ લીધું અને હેડગેવાર ઝિંદાબાદ પણ બોલ્યા.
સંસદમાં બરેલીના સાંસદ છત્રપાલસિંહ ગંગવારે આજે લોકસભાના સભ્ય તરીકે હિન્દીમાં શપથ લીધા હતા. શપથ લીધા બાદ બહાર નીકળતી વખતે છત્રપાલસિંહ ગંગવારે જય હિન્દુ રાષ્ટ્ર, જય ભારત કહ્યું હતું. ગંગવારના આ નારા બાદ વિપક્ષના સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો.
https://x.com/ganga_wasi/status/1805563013262451122
બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારે શપથ લીધા બાદ કહ્યું- ‘જય હિન્દુ રાષ્ટ્ર, જય ભારત’ કહ્યું હતુ. તેમના શપથની પણ ભારે ચર્ચા થઈ રહી છે અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. વિપક્ષે તેને બંધારણ વિરોધી કૃત્ય ગણાવ્યું છે. આ પહેલા ઓવૈસીના ‘જય પેલેસ્ટાઈન’ના નારાથી વિવાદ પેદા કર્યો હતો.