પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરાઈ
અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા સરકારની કામગીરી અને યોજનાઓની અમલવારીના મહત્તમ પ્રચાર-પ્રસાર અર્થે હંમેશા નવીનતમ અને અસરકારક પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ શૃંખલાના ભાગરૂપે આજે એટલે કે મંગળવારે સરકારી પોલીટેક્નિક કેમ્પસ, આંબાવાડી ખાતે શહેરના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સાથે માહિતી કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીઓની સૌજન્ય મુલાકાત યોજાવામાં આવી હતી.
આ સૌજન્ય મુલાકાતમાં વિવિધ અખબારો અને તેમની કામગીરી તથા પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી વિગતો, ફોટોગ્રાફ અને વિડીયો ફૂટેજ સહિતના વિવિધ મુદ્દે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ પત્રકારોને જરૂરી સહકાર બાબતે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રાદેશિક માહિતી કચેરીની આ રચનાત્મક પહેલને દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સહિતના ઉપસ્થિત સહુએ વખાણી હતી.