ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ 6 જુલાઈથી શરૂ થશે
હાલમાં વેસ્ટઈન્ડિઝમાં ચાલી રહેલ T20 વર્લ્ડકપ માં ભારતીય ટીમ સુપર 8 માં પહોંચી ગઈ છે અને સેમીફાઈનલમાં પહોંચવાથી એક કદમ દૂર છે. T20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરવાની છે. ત્યારે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટૂરમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ જેવા સીનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે.
ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝ માટે T20 વર્લ્ડકપની ટીમમાં રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરાયેલા ખેલાડીઓને પણ તક મળી છે. જેમાં શુભમન ગિલ, રિંકુ સિંહ અને ખલીલ અહેમદનો સમાવેશ થાય છે. જ્યારે વર્લ્ડકપ ટીમમાં પસંદ કરાયેલા ખેલાડીઓને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. અત્યાર સુધી, તેને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત ચાલી રહેલા T20 વર્લ્ડકપ 2024માં ભારત તરફથી રમવાની તક મળી નથી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ 6 જુલાઈથી શરૂ થશે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કમાન યુવા સ્ટાર ખેલાડી શુભમન ગિલના હાથમાં સોંપવામાં આવી છે. શુભમન ગિલને વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો હતો, બાદમાં ગિલને રિલીઝ કરી દેવાયો હતો. હવે શુભમન ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતાં જોવા મળી શકે છે.
ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે ક્યારથી શરૂ થશે સિરિઝ, જુઓ કાર્યક્રમ
પ્રથમ T20I – 06 જુલાઈ 2024
બીજી T20I – 07 જુલાઈ 2024
ત્રીજી T20I – 10 જુલાઈ 2024
ચોથી T20I – 13 જુલાઈ 2024
પાંચમી T20I – 14 જુલાઈ 2024
નોંધઃ- આ તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 કલાકે શરૂ થશે
બીસીસીઆઈની પસંદગી સમિતિએ પ્રથમ વખત ટીમમાં અભિષેક શર્મા, રિયન પરાગ, નીતિશ રેડ્ડી અને તુષાર દેશપાંડેનો સમાવેશ કર્યો છે. તેમણે IPL 2024માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા.
ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.