મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ (NEET 2024)ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યોજાયેલી UGC-NET પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં આક્રોશ અને ચર્ચાનો વિષય બની ગયો છે, ત્યારે યૂજીસી નીટ યૂજી પરીક્ષામાં પેપર લીક મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, “પેપર લીક થવા પાછળનું કારણ એ છે કે શિક્ષણ પ્રણાલી પર ભાજપની મૂળ સંસ્થા દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી આમાં ફેરફાર નહીં થાય, બદલવામાં નહીં આવે ત્યાં સુધી પેપર લીક થતા રહેશે. મોદીજીએ આ વ્યવસાયને સરળ બનાવ્યો છે. આ એક દેશ વિરોધી પ્રવૃત્તિ છે.
https://x.com/ANI/status/1803727850836762920
રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી પરીક્ષા લીકની સમસ્યાને રોકી શક્યા નથી. નીટ અને યુજીસી નેટ પેપર લીક થયું છે. વડાપ્રધાન મોદીએ યુદ્ધ અટકાવી દીધા પરંતુ પેપર લીક નથી રોકી શકતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવ્યું, તેમણે ઈઝરાયેલ-ગાઝાની લડાઈ પણ અટકાવી, પરંતુ કેટલાક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીકને અટકાવી શક્યા નથી અથવા તો તેને રોકવા માંગતા નથી.”
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે હા, અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું, તેમણે એમ પણ કહ્યું કે પેપર લીક કરનારની સામે તપાસ થવી જોઈએ. મહેનતુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાઓ સાથે રમત રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષાની બબાલ વચ્ચે નેટ પરીક્ષામાં પણ ધાંધલીના અહેવાલો સામે આવ્યા છે. નેટની પરીક્ષા યોજાયા બાદ તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે બહુ ઓછા રસ્તા છે. અગાઉ રોજગારીની તકો ખતમ થઈ ગઈ હતી. હવે પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યા છે. યુવાનો પાસે કોઈ રસ્તો બચ્યો નથી. તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ બાબતની કડક તપાસ થવી જોઈએ, જે પણ પેપર લીક થયું છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે કડક કાયદા હોવા જોઈએ. જો તમે મેરિટના આધારે નોકરી નહીં આપો. અયોગ્ય લોકોને વાઈસ ચાન્સેલર બનાવશો. પરીક્ષા આપતી સંસ્થામાં તમે અમારા આદર્શના લોકોને બેસાડશો. તેના માટે તે જવાબદાર છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેનું મુખ્ય કારણ એ છે કે એવા લોકોને પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ લાયકાત ધરાવતા નથી. અગાઉ તેનું મૂળ કેન્દ્ર મધ્યપ્રદેશ હતું. ભાજપના લોકો કહે છે કે તેની લેબ્રોરેટરી ગુજરાત અને મધ્યપ્રદેશમાં છે. જ્યાં સુધી ભારતની સંસ્થાઓ તેમના હાથમાંથી છીનવાશે નહીં, ત્યાં સુધી તે વધતી રહેશે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે 18મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું.