ભારતના પૂર્વ ક્રિકેટર ડેવિડ જૉનસને કરી આત્મહત્યા, ક્રિકેટ જગતમાં શોકની લહેર

david-johnson

ભારતના પૂર્વ ફાસ્ટ બોલરે ચોથા માળેથી લગાવી મોતની છલાંગ, ભારતીય ટીમનાં અનેક ક્રિકેટર્સે આપી શ્રદ્ધાંજલિ

T20 વર્લ્ડકપ 2024 વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે દુ:ખદ સમાચાર છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. 53 વર્ષીય ડેવિડ જોન્સને બેંગલુરુમાં પોતાના ઘરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેમણે બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. આ પછી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોએ ડેવિડને મૃત જાહેર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે તે જૉનસન સ્વાસ્થ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હતા અને ત્રણ દિવસ અગાઉ જ સ્થાનિક હોસ્પિટમાંથી રજા મળી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેવિડ જોહ્ન્સને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ભારતીય ટીમનાં અનેક ક્રિકેટર્સે આપી શ્રદ્ધાંજલિ
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલે, બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ ડેવિડ જન્સનને શ્રદ્ધાંજલિ આપી છે. પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોન્સનના નિધનના સમાચારથી દુખી છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમણે વર્ષ 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમને તક ન મળી. આ દરમિયાન તેણે કુલ 3 વિકેટ પોતાના નામે કરી હતી. ભારત માટે બે ટેસ્ટ મેચ રમવા ઉપરાંત ડેવિડ જોન્સન લાંબા સમયથી કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમ્યા છે. તેમણે કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચ અને 33 લિસ્ટ A મેચ રમી હતી. તેમણે વર્ષ 1992માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને વર્ષ 2002 સુધી સક્રિય રહ્યા હતા.