દાર્જિલિંગમાં માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કરમાં 15નાં મોત, 60 ઘાયલ; રેલવે ડ્રાઇવરે સિગ્નલ તોડતાં દુર્ઘટના સર્જાઈ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આજ સવારે એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો છે. રંગાપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ પાછળથી ટક્કર મારતા ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું છે.આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્તા થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/1802567469090975925

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાંઆજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળ 3 બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. એક બોગી બીજી બોગી ઉપર આવીને હવામાં લટકતી જોવા મળી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનામાં સૌથી વધુ નુકસાન 3 બોગીઓને પહોંચ્યું છે.

ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહૌલ જોવા મળી રહ્યો છે. બોગીમાંથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં રાહત અને બચાવ કામગીરી માટે NDRF સહિતની ટીમો, ડૉક્ટર્સ, એમ્બ્યુલન્સ પહોંચાડવામાં આવી છે. રેસ્કયુ ટીમ તમામ લોકોને બહાર કાઢી રહી છે. સિલીગુડીમાં વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીને અસર થઈ છે.

https://x.com/ANI/status/1802585565910483220

આ અકસ્માત પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું બચાવ કામગીરી શરુ છે. રેલવે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સાથે મળી રેસક્યુ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. રેલવે મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. ઈજાગ્રસ્તોના પરિવારજનો 033-23508794, 033-23833326 પર કોલ કરી મદદ લઈ શકે છે.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે માલગાડીના ચાલકે સિગ્નલની અવગણના કરી હતી. રેડ સિગ્નલ હોવા છતાં ટ્રેન આગળ લઈ ગયો હતો જેને કારણે તેણે પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. એક્સિડન્ટમાં માલગાડીના ચાલકનું પણ મોત થયું છે. જો માલગાડીના ડ્રાઈવરે રેડ સિગ્નલ જોઈને ગાડી અટકાવી દીધી હોત તો આટલો મોટો એક્સિડન્ટ ન થયો હોત.

બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના વોર રૂમમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.