ગેનીબેને ઐતિહાસીક જીત સાથે ભાજપની જીતની હેટ્રિકનો રથ અટકાવ્યો જેને લઇને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ગૌરવ સન્માન સમારંભનું આયોજન કરાયો હતો
દેશની 543 લોકસભા બેઠક પર તાજેતરમાં મતદાન પુર્ણ થયુ છે. જેમાં ગુજરાતની 26 બેઠકમાંથી 25 બેઠક પર ચુટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે આ વખતે ખુબ સારુ પ્રદર્શન કર્યુ છે. એક બેઠક પર જીત હાસલ કરવામાં સફળ થઈ છે અને ભાજપની જીતની હેટ્રિકનો રથ અટકાવ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેનની જીત માટે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનો સારો યોગદાન રહ્યો છે. કોંગ્રેસની આ સફળતા બાદ હવે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહએ સંગઠનને મજબૂત કરવા એક્શન મોડમાં આવ્યા છે.
સંગઠ મજબૂત કરવા પ્રદેશ પ્રમુખની સખ્તી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યુ કે, આપડે અત્યારે ઉપર પણ સેન્ચ્યુરી કરી છે. અહીંયા પણ ખાતું ખોલ્યુ છે. આવનારા દિવસોમાં સંગઠનનું કામ મજબુત કરવાનું છે. મને બહુ બધા કહે છે સંગઠનનું માળખુ મજબુત બનાવો. કોંગ્રેસ કાર્યકર્તાઓને સુચના આપતા કહ્યુ કે, તમારે જેને સંગઠનમાં રહેવું હોય તે બાયોડેટા મિરઝાને આપે. ત્રણ મહિના સુધી એક તાલુકાની અથવા જિલ્લા સીટની જવાબદારી આપીશ. ત્યાંના બુથથી માંડીને મજબુત માળખુ જે તૈયાર કરીને આપી શકે તે ત્રણ મહિના પછી સંગઠનમાં આવશે. બાકી કોઈ બાયોડેટા આપવા આવતા નઈ, કોઈ નેતાનો લેટર આપતા નઈ, કોઈની ભલામણ લાવતા નઈ, મારી ગમે તેટલો નજીકનો હશે તો પણ હોદ્દેદાર નહીં બની શકે. જ્યાં સુધી તે આપેલી જવાબદારી પુરી કરીને નહીં આવે.
આપણા પક્ષમાં પાંચ જણનું એક ઈલેક્શન કમિશન બનશે.આંતરિક લોકશાહિ માટે જ્યાં જરુર પડશે ત્યાં કાર્યકર્તાઓના અભિપ્રાયના આધાર પર જરુર પડશે તો ઈલેક્શન કરાવશે અને કાર્યકર્તાઓની અવાજ પર નિમણુક થશે. મારો તે સારો નહીં પણ સારો તે મારો આ રીતે ચાલશે કોઈ જૂથ નહીં આપણે પાંચ પાંડવો જેમ બધા ભેગા હતા તેમ ભેગા છીએ. એટલે કોઈ તેમાં પડતા નઈ. ભાજપ સામે લડવું છે. કારણ કે તેમને ગુજરાતને બદનામ કર્યું છે. શક્તિસિંહ સંગઠનને મજબુત કરવા માટે પહેલાથી જ સક્ષમ અને મજબુત હોદ્દેદારોની પસંદગી કરવાની કવાયતમાં લાગ્યું છે. જેથી પાર્ટી વધુ મજબુત થાય અને ભાજપને મજબુતાઈથી ટક્કર આપી શકે. હવે આગામી સમયમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તે ચૂંટણીઓમાં કોંગ્રેસ કોઈ પણ કસર છોડવા માંગતુ નથી.