પાકિસ્તાનની સંસદમાં ભારતની લોકસભા ચૂંટણી પ્રક્રિયાના થયા વખાણ, ‘આપણે તેમની જેમ ચૂંટણી કેમ ન કરાવી શકીએ?’

Pakistan-praised-India's-election

દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવા છતાં ભારતે છેતરપિંડીના આરોપો વગર પોતાને ત્યાં વિશાળ ચૂંટણી સફળતાપૂર્વ પૂર્ણ કરી.

ભારતના વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર સવાલો ઉઠાવતા રહે છે. જોકે, પાકિસ્તાની સંસદમાં વિપક્ષી નેતાએ ઈવીએમ અને ભારતીય ચૂંટણી પ્રણાલીના વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિપક્ષી નેતા શિબલી ફરાઝે પાકિસ્તાનની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ભારતે આટલી મોટી ચૂંટણી કોઈપણ પ્રકારની ધાંધલધમાલ વગર કરાવી. સૈયદ શિબલી ફરાઝે હાલમાં જ સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે આયોજિત કરવા માટે ભારતની જોરદાર પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પોતાના દેશમાં પણ આ પ્રકારની પ્રક્રિયા આયોજિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનમાં વિપક્ષના નેતા સૈયદ શિબલી ફરાઝે હાલમાં જ સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે આયોજિત કરવા માટે ભારતની જોરદાર પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પોતાના દેશમાં પણ આ પ્રકારની પ્રક્રિયા આયોજિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની સંસદમાં બોલતા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા અને ધાંધલ ધમાલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘હું આપણા દુશ્મન દેશનું ઉદાહરણ આપવા માંગતો નથી, ત્યાં હમણાં જ ચૂંટણી થઈ છે… 80 કરોડ લોકોએ મતદાન કર્યું.. કેટલા હજાર મતદાન મથકો બનાવ્યા.. એક જ જગ્યાએ એક વ્યક્તિ માટે પણ મતદાન મથકો બનાવ્યા. એક મહિના કરતાં વધુ સમય સુધી ચૂંટણીઓ યોજાઈ, ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી યોજાઈ. ભારતમાં કોઈએ પણ એવા સવાલ ન ઉઠાવ્યા કે શું લોકસભા ચૂંટણીમાં ગોટાળા થયા હતા. દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવા છતાં ભારતે છેતરપિંડીના આરોપો વગર પોતાને ત્યાં વિશાળ ચૂંટણી સફળતાપૂર્વ પૂર્ણ કરી.

વધુમાં તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન શું એક પણ અવાજ ઉઠ્યો કે ચૂંટણીમાં ગોટાળો થયો છે? અમે પણ આવું જ ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે આ દેશ તે વાતમાં ફસાઈને રહી જાય કે ચૂંટણી આ જીત્યા કે તેઓ જીત્યા… ન જીતનારો માને છે કે ન હારનારો સ્વીકારે છે. આપણી રાજકીય વ્યવસ્થા સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ છે. આપણે પણ આપણી ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કેમ ન કરાવી શકીએ?

ફરાજે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં ભારતે છેતરપિંડીના આરોપો વિના તેની વિશાળ ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજી છે. ફરાઝની પ્રશંસા ભારતની ચૂંટણી પ્રણાલીની શક્તિ અને પારદર્શિતા તરફ નિર્દેશ કરે છે અને કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાનું એક મોડેલ સેટ કરે છે જે પાકિસ્તાન સહિત અન્ય લોકશાહીઓ માટે ઉદાહરણ તરીકે સેવા આપી શકે છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલી વાર નથી કે પાકિસ્તાને ભારતની ચૂંટણી પ્રણીલીની પ્રશંસા કરી હોય. હજુ એક સપ્તાહ પહેલાં જ પાકિસ્તાની રાજદૂત હુસૈન હક્કાનીએ પણ ભારતીય ચૂંટણી અને તેની લોકતાંત્રિક પ્રણાલીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ભારતના લોકતંત્રની વિશાળતાથી પ્રભાવિત થયા વગર રહેવું મુશ્કેલ છે. 44 દિવસની ચૂંટણી પ્રક્રિયા, 900 મિલિયન યોગ્ય મતદાતા, 640 મિલિયન મતપત્ર, 67% મતદાન, 1.1 મિલિયન મતદાન કેન્દ્ર અને 5.5 મિલિયન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન.

તાજેતરમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) પાર્ટીના નેતા અને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય સૈયદ મુસ્તફા કમલે ભારત અને તેમના દેશના વિકાસ વચ્ચે સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે. જ્યારે કરાચીમાં એક બાળક ખુલ્લી ગટરમાં પડીને મરી રહ્યું છે. દર ત્રીજા દિવસે એક જ સમાચાર આવે છે. પાકિસ્તાન સંસદનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.