બ્રિટનમાં હિન્દુઓની 10 લાખથી વધુ વસતી
પ્રથમ વખત બ્રિટનના હિન્દુઓએ 32 પાનાના ઘોષણાપત્ર દ્વારા પોતાની અપેક્ષાઓ રજૂ કરી
યુનાઇટેડ કિંગડમમાં હિંદુ સંગઠનોએ “ધ હિંદુ મેનિફેસ્ટો યુકે 2024” લોન્ચ કર્યો, જેમાં હિંદુ-વિરોધી ધિક્કારને ધાર્મિક દ્વેષપૂર્ણ અપરાધ તરીકે માન્યતા આપવાની હાકલ કરવામાં આવી.
બ્રિટનમાં 4 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. પ્રથમ વખત બ્રિટનના હિન્દુઓએ 4 જુલાઈની સામાન્ય ચૂંટણી પહેલા ભાવિ સરકાર પાસેથી પોતાની માંગ દર્શાવતો મેનિફેસ્ટો(ઘોષણાપત્ર-ઢંઢેરો) જારી કરવામાં આવ્યો છે. પ્રથમ વખત બ્રિટનના હિન્દુઓએ 32 પાનાના ઘોષણાપત્ર દ્વારા પોતાની માંગ રજૂ કરી છે. તેઓ ઉમેદવારોને સોશિયલ મીડિયા પર તેને જાહેરમાં સમર્થન આપવા માટે કહી રહ્યા છે. મંગળવાર સુધીમાં ચાર કન્ઝર્વેટિવ ઉમેદવારો, બોબ બ્લેકમેન, રોબર્ટ બકલેન્ડ, રહેશ સિંહ અને થેરેસા વિલિયર્સે હિન્દુ મેનિફેસ્ટોને સમર્થન આપ્યું હતું. હિન્દુ ફોર ડેમોક્રેસી દ્વારા જારી કરવામાં આવેલા આ મેનિફેસ્ટોમાં હિન્દુઓ વિરૂદ્ધ ઘૃણા અટકાવવી અને મંદિરોની સુરક્ષા સામેલ છે.
‘હિન્દુસ ફોર ડેમોક્રેસી’ એ 15 હિંદુ સંગઠનોનું એક જૂથ છે, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા, ચિન્મય મિશન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું યુકે ચેપ્ટર, હિંદુ કાઉન્સિલ યુકે, હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, ઇસ્કોન યુ.કે,હિન્દુ ટેમ્પલ નેટવર્ક યુકે, નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ મંદિરોનો સમાવિષ્ટ છે.
https://x.com/HN_Global_Press/status/1800361427129278624
હિંદુ કાઉન્સિલ યુકે, હિંદુ ફોરમ ઓફ બ્રિટન, હિંદુ મંદિર નેટવર્ક યુકે, નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ અને ઇસ્કોન યુકે સહિત 13 મુખ્ય બ્રિટિશ હિંદુ સંગઠનોએ સંયુક્ત રીતે મેનિફેસ્ટોનો મુસદ્દો તૈયાર કર્યો છે. સોશિયલ મીડિયા X પર પોતાની માંગ શેર કરતા, જૂથે કહ્યું કે તેણે આવનારી સરકાર સમક્ષ ‘સાત વચનો’ માંગ્યા છે.
‘હિન્દુ મેનિફેસ્ટો’ની મુખ્ય માંગ
- હિંદુ વિરોધી નફરતને ધાર્મિક ધૃણાના ગુનાના રૂપમાં માન્યતા આપો અને આવો ગુનો કરનારાને કડક સજા કરો
- હિંદુ પૂજા સ્થળો અને મંદિરોને પૂરતી સુરક્ષા આપો. હિંદુ પૂજારીઓના વિઝા સહિતના મુદ્દાનો ઉકેલ લાવો.
- હિંદુ આસ્થાના સ્થળોની સ્થાપના અને શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવો ત્યારે નિષ્ણાતોને સામેલ કરો.
- રાજકીય પક્ષો અને અન્ય જાહેર સંસ્થાઓમાં હિંદુઓનું પ્રતિનિધિત્વ વધારો.
- સામાજિક સેવામાં હિંદુઓને સામેલ કરો અને વડીલો-વિકલાંગોની દેખભાળનું સમર્થન કરો.
- હિંદુઓ સંબંધિત કાયદા બનાવતા પહેલા હિંદુ સંગઠનો સાથે પણ ચર્ચાવિમર્શ કરો.
- બ્રિટનની સેવા કરનારા હિંદુ સૈનિકો માટે એક સ્મારક પણ હોવું જોઈએ.
- બ્રિટનમાં વધુ સ્મશાનો બનાવો અને અગ્નિ સંસ્કારની મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવો.
આ સિવાય ઘોષણાપત્રમાં ઉમેદવારોને એ ઓળખવા માટે પણ કહેવામાં આવ્યું છે કે બ્રિટનના હિંદુઓનું ભારત સાથેનું જોડાણ મુખ્યત્વે રાજકીયને બદલે આધ્યાત્મિક છે અને ઉમેદવારોને ‘ધાર્મિક જીવન પદ્ધતિને સમજવાનું’ સૂચન કરે છે. તમામ જેલો, હોસ્પિટલો અને શાળાઓમાં હિન્દુ ધર્મગુરુઓની નિમણૂક કરવામાં આવે અને હિન્દુ દેવતાઓ સહિત હિન્દુ ધર્મના લેખો માટે આ સ્થળોએ પ્રાર્થના રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. તે હિંદુ પાદરીઓ અને યુકે હિંદુઓના આશ્રિતો – ઘણીવાર વૃદ્ધ માતા-પિતા – માટે બ્રિટન આવવા માટે વધુ સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયાની માંગ કરે છે, આ પ્રક્રિયા બોજારૂપ અને ખર્ચાળ છે અને આવા વિઝા પર વધુ સમય મર્યાદા માંગે છે.
https://x.com/trunicle/status/1800556819120841189
યુકેમાં એક મિલિયન(10 લાખ)થી વધુ હિન્દુઓ
બ્રિટનમાં 10 લાખથી વધુ હિન્દુઓ છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હિન્દુઓની સંખ્યા 1,032775 છે. આ કુલ વસ્તીના 1.7 ટકા છે. હિન્દુ ધર્મ બ્રિટનનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પછી ત્રીજા સ્થાને છે. વસ્તીગણતરી મુજબ મોટા ભાગના હિન્દુઓ ગ્રેટર લંડન અને સાઉથ ઈસ્ટમાં રહે છે. યુનાઇટેડ કિંગડમના અન્ય ત્રણ દેશોમાં હિન્દુઓની વસ્તી 50,000થી ઓછી છે. 19મી સદીની શરૂઆતથી હિંદુઓએ યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થવાનું શરૂ કર્યું. આ તે સમય હતો જ્યારે ભારત બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ હતો.
યુકેમાં અંદાજિત 50,000 – 200,000 લોકોને ‘નીચી જાતિ’ તરીકે ઓળખે છે અને જાતિ ભેદભાવના જોખમમાં છે. રોજગાર, શિક્ષણ અને સર્વિસ સેક્ટરમાં જાતિ-આધારિત ભેદભાવ અને શોષણ વધ્યું છે.
હિંદુ મેનિફેસ્ટોની જાહેરાત બાદ, સેક્યુલરિઝમની હિમાયત કરતી સદી જૂની સંસ્થા નેશનલ સેક્યુલર સોસાયટી (NSS)એ તેની ટીકા કરી અને કહ્યું કે આવનારી સરકારે આ માંગણીઓને ફગાવી દેવી જોઈએ. આ માંગણીઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાને અવરોધે છે. જો હિંદુ સંગઠનોની માંગ પૂરી કરવામાં આવશે તો જાતિ અને મહિલા સંબંધિત મુદ્દાઓ પર માનવાધિકાર કાર્યકર્તાઓના કામને નુકસાન થશે.