24 જૂનથી 3 જુલાઈ સુધી 18મી લોકસભાનું પ્રથમ સત્ર, મંત્રી કિરણ રિજિજુનું નિવેદન

loksabha

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેણ રિજિજુએ બુધવારે જાહેરાત કરી હતી કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધશે અને નવી સરકારનો રોડમેપ રજૂ કરશે

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેણ રિજિજુએ બુધવારે જાહેરાત કરી હતી કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે, જેમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. આ સાથે જ ગૃહના અધ્યક્ષની પણ ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા આપશે.

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે. ચાલો જાણીએ કે આખા સત્ર દરમિયાન કયા દિવસે શું થશે.

લોકસભાના પહેલા સત્રમાં ક્યા દિવસે શું થશે?

  • નવા ચૂંટાયેલા સભ્યોની શપથ ગ્રહણઃ લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો 24 અને 26 જૂન વચ્ચે શપથ લેશે.
  • લોકસભાના અધ્યક્ષની ચૂંટણીઃ લોકસભાના નવા અધ્યક્ષની ચૂંટણી સત્રના પ્રથમ ત્રણ દિવસમાં થશે.
  • રાષ્ટ્રપતિનું સંબોધન: 27 જૂનના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધશે અને નવી સરકારના રોડમેપની રૂપરેખા આપશે.
  • રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા: સંબોધન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદની રજૂઆત કરે તેવી અપેક્ષા છે.
  • ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં વિરોધ પક્ષો આક્રમક વલણ અપનાવી શકે છે.

કિરેણ રિજિજુએ પોતાના X હેન્ડલ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન 2024થી 3 જુલાઈ 2024 સુધી ચાલશે, જેમાં નવા ચૂંટાયેલા સભ્યોની શપથ ગ્રહણ, સ્પીકરની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને ચર્ચા થશે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે.

વિપક્ષ સરકારને ઘેરવાની કોશિશ કરશે

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના શાનદાર પ્રદર્શન બાદ, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં I.N.D.I.A ગઠબંધન આક્રમક રહેવાની અપેક્ષા છે. તેઓ વિવિધ મુદ્દે એનડીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે.