શું છે PM મોદીનો પોર્ટફોલિયો, સાથી પક્ષોના નવા ચહેરાઓને કયો વિભાગ મળ્યો, જાણો કેબિનેટની મહત્વની બાબતો

3.0-Modi-New-Cabinet

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3.0 નવી કેબિનેટના મહત્વના વિભાગોની ખાતાની વહેંચણી કરવામાં આવી છે. રાજનાથ સિંહ, અમિત શાહ, એસ જયશંકર અને નિર્મલા સીતારમણને જૂના મંત્રાલયો સોંપવામાં આવ્યા

ગઈ કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારની કેબિનેટમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા પ્રધાનમંડળે મહત્ત્વના વિભાગોની ફાળવણીમાં ગઠબંધન ધર્મનું પાલન કર્યું છે. એનડીએના સહયોગીઓને મહત્વપૂર્ણ મંત્રાલયો આપીને મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળ માટે મજબૂત પાયો નાખવાનો પ્રયાસ કરી રહી છે. રાજનાથ સિંહ, અમિત શાહ, એસ જયશંકર અને નિર્મલા સીતારમણને જૂના મંત્રાલયો સોંપવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે પીએમ મોદીએ કયો પોર્ટફોલિયો પોતાની પાસે રાખ્યો, ક્યા ખાતા સાથી પક્ષો અને નવા ચહેરાઓને સોંપવામાં આવ્યા, કયા મંત્રીઓને જૂની જવાબદારીઓ સોંપવામાં આવી.

CCSમાં કોઈ ફેરફાર નહી

મોદી 3.0 એ સુરક્ષા કેબિનેટ કમિટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમાં એ તમામ જૂના ચહેરાઓનો સમાવેશ થાય છે જેઓ અગાઉની સરકારમાં હતા. તમે આને મોદી કેબિનેટની કોર ટીમ કહી શકો.

મોદી કેબિનેટ કોર ટીમ

નામમંત્રાલય વિભાગ
રાજનાથ સિંહસંરક્ષણ મંત્રી, અગાઉની સરકારમાં પણ સંરક્ષણ મંત્રી પદ મળેલુ
અમિત શાહગૃહ મંત્રી, અગાઉની સરકારમાં પણ ગૃહ મંત્રી પદ મળેલુ
નિર્મલા સીતારમણનાણા મંત્રી, અગાઉની સરકારમાં પણ નાણા મંત્રી પદ મળેલુ
એસ જયશંકરવિદેશ મંત્રી, અગાઉની સરકારમાં પણ વિદેશ મંત્રી પદ મળેલુ

નવા ચહેરાને કયો વિભાગ સોંપાયો?

નામમંત્રાલય વિભાગ
જેપી નડ્ડાઆરોગ્ય વિભાગ, અગાઉની સરકારમાં મનસુખ માંડવિયા
શિવરાજ સિંહ ચૌહાણકૃષિ મંત્રી, અગાઉની સરકારમાં નરેન્દ્ર સિંહ તોમર
મનોહર લાલ ખટ્ટરઆવાસ અને શહેરી બાબતોના અને ઉર્જા મંત્રી, અગાઉની સરકારમાં હરદીપ સિંહ પુરી અને આરકે સિંહ

કયા વિભાગોમાં ફેરફારો કરવામાં આવ્યા?

મનસુખ માંડવિયા: શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (અગાઉ ભૂપેન્દ્ર યાદવ અને અનુરાગ ઠાકુર).

પ્રહલાદ જોશી: ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી (અગાઉ પીયૂષ ગોયલ અને આરકે સિંહ)

જ્યોતિરાદિત્ય સિંધિયા: સંચાર મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય (અગાઉ અશ્વિની વૈષ્ણવ અને ગજેન્દ્ર સિંહ શેખાવત)

ગજેન્દ્ર સિંહ શેખાવત: સંસ્કૃતિ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય (અગાઉ જી કિશન રેડ્ડી)

કિરેન રિજિજુ: સંસદીય બાબતો, લઘુમતી બાબતોના પ્રધાન (અગાઉ પ્રહલાદ જોશી અને મુખ્તાર અબ્બાસ નકવી)

PM નરેન્દ્ર મોદીનો પોર્ટફોલિયો શું છે?

  • કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
  • પરમાણુ ઉર્જા વિભાગ
  • અવકાશ વિભાગ
  • અન્ય વિભાગો એકપણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી

બીજા મંત્રીઓના વિભાગો:

નામખાતાઓ
નીતિન ગડકરીરોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (અગાઉ પણ)
સર્બાનંદ સોનોવાલબંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (અગાઉ પણ)
ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી (અગાઉ પણ)
વીરેન્દ્ર કુમારસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી (અગાઉ પણ)
અશ્વિની વૈષ્ણવરેલ્વે અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી (અગાઉ પણ)
પીયૂષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (અગાઉ પણ)
ધર્મેન્દ્ર પ્રધાનકેન્દ્રીય શિક્ષણ પ્રધાન (અગાઉ પણ)
હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી (અગાઉ પણ)

NDA સાથી પક્ષોમાંથી કોણ મંત્રી બન્યા

નામખાતાઓપાર્ટી
કિંજરાપુ રામ મોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રીTDP
ચિરાગ પાસવાનફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રીLJP
પ્રતાપરાવ જાધવરાજ્ય મંત્રી, આયુષ મંત્રાલય, રાજ્ય મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય.શિવસેના(શિંદે)
એચડી કુમારસ્વામીભારે ઉદ્યોગ અને જાહેર સાહસો મંત્રાલય, સ્ટીલ મંત્રાલયJDS
જીતન રામ માંઝીસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (નવું સામેલ)WE
રાજીવ રંજન સિંહ (લલન સિંહ)પંચાયતી રાજ મંત્રાલય, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય.JDU
જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયનો સ્વતંત્ર હવાલોRLD
પેમ્માસાની ચંદ્રશેખરગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રીટીડીપી
રામનાથ ઠાકુરકૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રીJDU

પહેલીવાર સાંસદ બનેલા મંત્રીને કયા વિભાગો મળ્યા

સુરેશ ગોપી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી, પ્રવાસન રાજ્ય મંત્રી

રવનીત સિંહ બિટ્ટુ: ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી, રેલ્વે રાજ્ય મંત્રી

ઓમર અબ્દુલ્લાએ ખાતાઓની ફાળવણી પર પ્રશ્નો ઉઠાવ્યો

દરમિયાન, નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ સોમવારે દાવો કર્યો હતો કે NDAના સહયોગીઓને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો મળ્યો નથી. “મોદી 3.0 મંત્રાલયમાં વાજબી હિસ્સેદારી માટે એનડીએના સાથી પક્ષોની તમામ વાતો છતાં, તેઓ સત્તાના કોરિડોરમાં વધુ પ્રભાવ ધરાવતા નથી,” અબ્દુલ્લાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લોકસભા અધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે જ રહેશે.