અમિત શાહ, રાજનાથ, ગડકરી, નિર્મલા, જયશંકરના મંત્રાલય રિપીટ, એસ. જયશંકર ફરીથી બન્યા વિદેશ મંત્રી
નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન વિભાગ, નિર્મલા સીતારામનને ફરી નાણાં વિભાગ અપાયું
દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બની છે. રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. રવિવારે સાંજે આયોજિત કાર્યક્રમમાં મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓ સામેલ છે. શપથગ્રહણનાં 23:30 કલાક બાદ ખાતાની વહેંચણી કરવામાં આવી. આ અગાઉ, 2019માં 18 કલાક અને 2014માં 15.30 કલાકનો સમય લાગ્યો હતો.
વડાપ્રધાન નિવાસસ્થાને આજે મોદી કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી. આજે એટલે કે સોમવારે મંત્રીઓને પણ તેમના વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે. જે મુજબ અમિત શાહને ફરીથી ગૃહમંત્રી, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકર વિદેશ મંત્રાલયમાં જ રહેશે. શિવરાજ સિંહને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય તમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જાણો મોદી સરકારમાં વિભાગોની વહેંચણી…
મોદી સરકારમાં વિભાગોની વહેંચણીઃ–
વડાપ્રધાન
નામ | મંત્રાલય |
---|---|
નરેન્દ્ર મોદી (ભાજપ) | કાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ |
કેબિનેટ મંત્રી
નામ | મંત્રાલય |
---|---|
રાજનાથ સિંહ (ભાજપ) | સંરક્ષણ |
અમિત શાહ (ભાજપ) | ગૃહ, સહકારી વિભાગ |
નીતિન ગડકરી (ભાજપ) | માર્ગ અને પરિવહન |
જે.પી. નડ્ડા (ભાજપ) | આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝર |
શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) | કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ |
નિર્મલા સીતારમણ (ભાજપ) | નાણા, કોર્પોરેટ અફેર્સ |
એસ. જયશંકર (ભાજપ) | વિદેશ |
સી.આર. પાટીલ (ભાજપ) | જળશક્તિ |
પિયુષ ગોયલ (ભાજપ) | વાણિજ્ય અને ઉદ્યોગ |
ધર્મેન્દ્ર પ્રધાન (ભાજપ) | શિક્ષણ |
મનોહરલાલ ખટ્ટર (ભાજપ) | ઊર્જા અને શહેરી વિકાસ |
એચ.ડી. કુમારસ્વામી (જેડીએસ ) | ભારે ઉદ્યોગ અને સ્ટીલ |
જીતનરામ માંઝી (હમ) | લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ |
રાજીવ રંજન (જેડીએસ ) | પંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરી |
સર્બાનંદ સોનોવાલ (ભાજપ) | પોર્ટ અને શિપિંગ, જળમાર્ગ |
વીરેન્દ્ર ખટીક (ભાજપ) | સામાજિક ન્યાય |
રામમોહન નાયડુ (ટીડીપી) | નાગરિક ઉડ્ડયન |
પ્રહલાદ જોશી (ભાજપ) | ખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જી |
જુએલ ઓરામ (ભાજપ) | આદિવાસી બાબતો |
ગિરિરાજ સિંહ (ભાજપ) | ટેેક્સ્ટાઈલ |
અશ્વિની વૈષ્ણવ (ભાજપ) | રેલવે, માહિતી અને પ્રસારણ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી |
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) | ટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ |
ભૂપેન્દ્ર યાદવ (ભાજપ) | પર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જ |
ગજેન્દ્ર શેખાવત (ભાજપ) | પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો |
અન્નપૂર્ણા દેવી (ભાજપ) | મહિલા અને બાળવિકાસ |
કિરેન રિજિજુ (ભાજપ) | સંસદીય કાર્ય, લઘુમતી બાબતો |
હરદીપ સિંહ પુરી (ભાજપ) | પેટ્રોલિયમ |
મનસુખ માંડવિયા (ભાજપ) | શ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતો |
જી. કિશન રેડ્ડી (ભાજપ) | કોલસો અને ખાણ |
ચિરાગ પાસવાન (એલજેપી (RV)) | ફૂડ પ્રોસેસિંગ |
રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)
નામ | મંત્રાલય |
---|---|
રાવ ઈન્દ્રજિત સિંહ (ભાજપ) | સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન, લઘુમતી યોજનાઓ અને સાંસ્કૃતિક બાબતો |
જીતેન્દ્ર સિંહ (ભાજપ) | સાયન્સ એન્ડ ટેક્નોલોજી, પીએમઓ, કાર્મિક-લોકફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા, અવકાશ |
અર્જુનરામ મેઘવાલ (ભાજપ) | કાયદો અને ન્યાય, સંસદીય કાર્ય |
પ્રતાપરાવ જાધવ (શિવસેના) | આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
જયંત ચૌધરી (આરએલડી) | કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ |
રાજ્યમંત્રી
નામ | મંત્રાલય |
---|---|
જિતિન પ્રસાદ (ભાજપ) | વાણિજ્ય અને ઉદ્યોગ, આઈટી |
શ્રીપદ નાઇક (ભાજપ) | પાવર એન્ડ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી |
પંકજ ચૌધરી (ભાજપ) | નાણા મંત્રાલય |
કૃષ્ણપાલ ગુર્જર (ભાજપ) | સહકાર મંત્રાલય |
રામદાસ આઠવલે (આરપીઆઈ) | સામાજિક ન્યાય અને સશક્તિકરણ |
રામનાથ ઠાકુર (જેડીયુ) | કૃષિ અને ખેડૂત કલ્યાણ |
નિત્યાનંદ રાય (ભાજપ) | ગૃહ વિભાગ |
અનુપ્રિયા પટેલ (આપના દળ- એસ) | આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
વી. સોમન્ના (ભાજપ) | જળશક્તિ અને રેલવે |
પી. ચંદ્રશેખર (ટીડીપી) | ગ્રામિણ વિકાસ અને સંચાર |
એસ.પી. સિંહ બઘેલ (ભાજપ) | મત્સ્ય, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજ |
શોભા કરંદલાજે (ભાજપ) | લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ |
શાંતનુ ઠાકુર (ભાજપ) | પોર્ટ અને શિપિંગ |
સુરેશ ગોપી (ભાજપ) | પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો |
એલ. મુરુગન (ભાજપ) | સૂચના અને પ્રસારણ, સંસદીય બાબતો |
અજય ટમ્ટા (ભાજપ) | માર્ગ અને પરિવહન |
બંડી સંજય કુમાર (ભાજપ) | ગૃહ |
કમલેશ પાસવાન (ભાજપ) | ગ્રામ્ય વિકાસ |
ભાગીરથ ચૌધરી (ભાજપ) | કૃષિ અને ખેડૂત વિકાસ |
સતીશ દુબે (ભાજપ) | કોલસો અને ખાણ વિભાગ |
સંજય શેઠ (ભાજપ) | સંરક્ષણ |
રવનીત સિંહ બિટ્ટુ (ભાજપ) | ફૂડ પ્રોસેસિંગ, રેલવે |
દુર્ગાદાસ ઉઈકે (ભાજપ) | આદિવાસી બાબતો |
રક્ષા ખડસે (ભાજપ) | સ્પોર્ટ્સ અને યુવા બાબતો |
સુકાંત મજુમદાર (ભાજપ) | શિક્ષણ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ |
સાવિત્રી ઠાકુર (ભાજપ) | મહિલા અને બાળવિકાસ |
તોખન સાહુ (ભાજપ) | હાઉસિંગ, શહેરી વિકાસ |
રાજભૂષણ ચૌધરી (ભાજપ) | જળશક્તિ |
ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા (ભાજપ) | ભારે ઉદ્યોગો અને સ્ટિલ |
હર્ષ મલ્હોત્રા (ભાજપ) | કોર્પોરેટ અફેર્સ, માર્ગ અને પરિવહન |
નિમુબેન બાંભણિયા (ભાજપ) | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ |
મુરલીધર મોહોલ (ભાજપ) | સહકાર વિભાગ, નાગરિક ઉડ્ડયન |
જ્યોર્જ કુરિયન (ભાજપ) | લઘુમતી બાબતો, મત્સ્ય ઉછેર-પશુપાલન અને ડેરી |
પબિત્રા માર્ગેરિટા (ભાજપ) | વિદેશ, ટેક્સ્ટાઈલ |
કીર્તિવર્ધન સિંહ (ભાજપ) | |
બી.એલ. વર્મા (ભાજપ) |
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો, તમામ ઘરને એલપીજી અને વીજળી આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત કિસાન સન્માન નિધિની પણ જાહેરાત કરાઈ હતી, જેનાથી દેશના નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે.