PM મોદી બન્યા NDA સંસદીય દળના નેતા, NDAએ રાષ્ટ્રપતિને સમર્થન પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

modi-nda-neta

NDAની બેઠકમાં મોદીએ જણાવ્યો આગામી સરકારનો એજન્ડા
પીએમ મોદીએ EVMને લઈને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યુંઃ EVMએ તેમને ચૂપ કરી દીધા, આ ભારતની લોકશાહીની તાકાત છે

NDA પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિશ કુમાર, એકનાથ શિંદે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, NDAએ દ્રૌપદી મુર્મુને સમર્થન પત્ર સુપરત કર્યો છે. 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

https://x.com/ANI/status/1799006514738602152

PM મોદી બન્યા NDA સંસદીય દળના નેતા
દિલ્હીમાં આજે (સાતમી જૂન) એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. NDAની સંસદીય બેઠકમાં પીએમ મોદીને તમામ પક્ષોએ સર્વસંમતિથી મોદીને નેતા તરીકે પસંદ કરી લીધા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તમામ નેતાઓએ તેને મંજૂરી આપી હતી. નરેન્દ્ર મોદીએ પણ સંબોધનમાં તમામ પક્ષોનો આભાર માન્યો અને સાથે જ સાંસદોએ ઊભા થઈને પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું સમર્થન કર્યું
આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ સભાને સંબોધી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ હાજરી આપી હતી. એનડીએની બેઠકમાં નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું સમર્થન કર્યું હતું. આ સાથે તેમણે નરેન્દ્ર મોદીને દરેક મુદ્દે સમર્થન આપવાની જાહેરાત કરી હતી. વિપક્ષને લઈને નીતિશ કુમારે કહ્યું કે, ‘જે થોડા ઘણાં જીતી ગયા છે, તે આવનારા સમયમાં હારશે.’

નરેન્દ્ર મોદીએ એલ.કે અડવાણીના લીધા આશીર્વાદ

https://x.com/ANI/status/1799010034070044743

લોકસભાના ચૂંટણી પરિણામ બાદ આજે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં એનડીએના ઘટક પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે આ બેઠક બાદ નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ઈવીએમને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે 4 જૂને જ્યારે પરિણામ આવી રહ્યા હતા, તે સમયે હું વ્યસ્ત હતો. પછી મને ફોન આવવા લાગ્યા. મેં કોઈને પૂછ્યું કે આંકડા તો ઠીક છે, પણ મને કહો કે ઈવીએમ બરાબર છે કે નહીં. આ લોકો (વિરોધી) ભારતના લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી દેવા માટે મક્કમ હતા. આ લોકો સતત ઈવીએમનો દુરુપયોગ કરતા હતા. મને લાગતું હતું કે ચૂંટણીના પરિણામો પછી વિપક્ષ ઈવીએમનો બિયર કાઢી લેશે. પરંતુ 4 જૂનની સાંજ સુધીમાં તેઓનું મોં સીલ થઈ ગયું હતું. EVMએ તેમને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે.