“બદો બદી” ગીત youtube પરથી ડિલીટ કરવામાં આવ્યું, જાણો શું છે કારણ?

badobadi

ગીત ડિલીટ થતાં ચાહત ફતેહ અલી ખાન રડવા લાગ્યા, યુઝર્સે કહ્યું- ‘આયે હાયે ઓયે હોયે’

કોમિક સ્ટાઇલમાં ગીતો ગાઈને સોશિયલ મીડિયા પર ખ્યાતિ મેળવનાર ચાહત ફતેહ અલી ખાનનું પ્રખ્યાત ગીત ‘બદો બદી’ યુટ્યુબ દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે. તેમનું ગીત ‘બદો બદી’ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારત અને બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં પણ વાયરલ થયું હતું. 28 મિલિયન વાર જોવાયેલું આ ગીતને યુટ્યુબે ડીલિટ કાઢી નાખ્યુ.

ચાહત ફતેહ અલી ખાને તેના ઘણા ગીતો પછી ગયા મહિને ‘બદો બદી’ રિલીઝ કર્યું હતું. આ ગીતને યુટ્યુબ પર 128 મિલિયન વખત જોવામાં આવ્યું હતું. પરંતુ હવે યુટ્યુબે આ ગીત ડીલીટ કરી દીધું છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે યુટ્યુબ અનુસાર, આ ગીત કોપી રાઈટ્સના કારણે ડિલીટ કરવામાં આવ્યું છે. મલિકા તરનમ નૂરજહાંનું પ્રખ્યાત પંજાબી ગીત ‘અખ લડી બદો બદી’ ચાહત ફતેહ અલી ખાને પરવાનગી વિના ગાયું અને યુટ્યુબ પર અપલોડ કર્યું હતું. 1973માં આવેલી ફિલ્મ બનારસી ઠગ માટે નૂરજહાંએ મૂળ ગીત ‘બદો બદી’ ગાયું હતું.

‘બદો બદી’ ગીત પ્રખ્યાત ગાયિકા નૂરજહાંના ક્લાસિક ટ્રેકનું કવર છે. જે ચાહત ફતેહ અલી ખાને ફરી પોતાની શૈલીમાં ગાયું હતું. આ ગીત છેલ્લા એક મહિનાથી લોકોની નજર સામે ફરતું હતું. આ ગીતને એક મહિનામાં 128 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. ચાહત ફતેહ અલી ખાનનું ગીત ‘બદો બદી’ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારત અને બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં વાયરલ થયું હતું.

બદોબદી ગીત યુટ્યુબ દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ ગીતના ગાયક ચાહત ફતેહ અલી ખાન તૂટી પડ્યા અને રડવા લાગ્યા. આવી સ્થિતિમાં, યુઝર્સે રડતા ગાયકની વાયરલ તસવીરો પર ઝાટકણી કાઢી છે.

હવે યુઝર્સ આ તસવીરો પર આયે હાયે ઓયે હોયે ગાયક ચાહત ફતેહ અલી ખાનની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, યુટ્યુબને 100 તોપોની સલામી. અન્ય એક લખે છે, ‘આંખ છોકરી કડી-કડી દિલ તુટ ગયા અભી અભી આયે હૈ ઓયે હોયે’. અન્ય એક યુઝરે ચાહત ફતેહ અલી ખાન પર કટાક્ષ કરતા લખ્યું, ‘આયે હાયે ઓયે હોયે બાય-બાય’. અન્ય એક લખે છે, ‘એ સાચું હતું કે આ સાંભળીને મારા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું’.

આ દિવસોમાં, ચાહત ફતેહ અલી ખાન પ્રખ્યાત કવ્વાલ ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાને ગાયેલું પ્રખ્યાત ગીત ‘જે તુ અખિયાં દે સામને નહીં રહેના’ની રિમેક બનાવવામાં વ્યસ્ત છે. આ સિવાય તે કદાચ 17મી જૂને ઈદ ઉલ અઝહા (બકરીદ) ના દિવસે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ પણ કરવા જઈ રહ્યો છે.