બોલિવુડ ક્વિન કંગના રનૌતે મંડીની બેઠક પરથી કંગનાએ ભારે બહુમતીથી મેળવી જીત, કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને 537022 મતોથી હરાવ્યા

kangana

કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું- ‘આ સમર્થન, આ પ્રેમ અને વિશ્વાસ માટે દિલથી આભાર. આ જીત તમારા બધાની છે, આ જીત વડાપ્રધાન મોદીજી અને ભાજપ પર વિશ્વાસની, આ જીત સનાતનની છે, આ જીત છે મંડીના સન્માનની.’

LOK SABHA ELECTION 2024 RESULT: આજે લોકસભા ચૂંટણી પરિણામ 2024ના પરિણામ આવી ગયા છે. બોલિવુડમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી કંગના રનૌત હવે રાજકારણમાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. લોકસભા ચૂંટણીમાં મંડીની બેઠક પરથી કંગનાએ ભારે બહુમતીથી જીત મેળવી છે. તેમણે મંડી બેઠક પરથી વિક્રમાદિત્ય સિંહને 537022 મતોથી હરાવીને જીત મેળવી હતી. કંગનાએ પ્રથમ વખત જ ચૂંટણી લડી અને જીત મેળવી છે.

જ્યારથી બીજેપીએ કંગના રનૌતને મંડીથી ટિકિટ આપી છે ત્યારથી અભિનેત્રી સતત સમાચારોમાં છે. કંગના રનૌત પોતાના નિવેદનો માટે તો ક્યારેક તેની રેલીઓ અને પ્રચારને કારણે હેડલાઇન્સમાં રહી છે. આટલી મહેનત બાદ હવે કંગનાને ખૂબ સારા પરિણામ મળ્યા છે. અભિનેત્રીનું રાજકીય પદાર્પણ હિટ બન્યું છે. ‘ક્વીન’, ‘પંગા’, ‘ફેશન’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન’ અને ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોનાં દિલ જીત્યા હતા.

કંગનાએ સાબિત કર્યું છે કે જો સખત મહેનત ઈમાનદારી અને સમર્પણ સાથે કરવામાં આવે તો સપના સાકાર થાય છે. હવે કંગના દેશની દરેક છોકરી માટે એક ઉદાહરણ બની ગઈ છે. અભિનેત્રીએ તાજેતરમાં તેની જીત પર ખુશી વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી અને મંડીના તમામ લોકોનો આભાર માન્યો છે.

મંડી લોકસભા બેઠક પરથી જીત મેળવ્યા બાદ કંગના રનૌતે ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, ‘આ સમર્થન, આ પ્રેમ અને વિશ્વાસ માટે દિલથી આભાર. આ જીત તમારા બધાની છે, આ જીત વડાપ્રધાન મોદીજી અને ભાજપ પર વિશ્વાસની, આ જીત સનાતનની છે, આ જીત છે મંડીના સન્માનની.’

દેશભરમાં ‘છોટી કાશી’ તરીકે ઓળખાતી હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર બીજેપીની કંગના રનૌત અને કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહના પુત્ર છે. આવી સ્થિતિમાં વિક્રમાદિત્ય સિંહને હરાવીને ચૂંટણીમાં જીતવું એ કંગના માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે.

કંગના રનૌતની જીત સાથે જ એક મોટો સવાલ ઉભો થયો છે કે શું આ જીત બાદ કંગના રનૌત બોલિવૂડ છોડી દેશે? કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતી જશે તો તે બોલિવૂડ છોડી દેશે.