વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજી વખત જીત મેળવીને જીતની હેટ્રિક લગાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત જીત મેળવી છે. વારાણસી લોકસભા સીટ પરથી પીએમ મોદી ત્રીજી વખત સાંસદ બન્યા છે અને 1,52,513 વોટથી જીત મેળવી લીધી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને દોઢ લાખ વોટથી હરાવ્યા છે. છેલ્લી બે ચૂંટણીમાં મળેલી જીતની તુલના કરવામાં આવે તો આ વખતે માર્જિન ઘણું જ ઓછું રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને દોઢ લાખ વોટથી હરાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 6 લાખ 12 હજાર 970 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 4 લાખ 60 હજાર 457 વોટ મળ્યા છે. પીએમ મોદીએ વારાણસી સીટ પર 1 લાખ 52 હજાર 513 વોટથી જીત મેળવી છે. છેલ્લી બે ચૂંટણીમાં મળેલી જીતની તુલના કરવામાં આવે તો આ વખતે માર્જિન ઘણું જ ઓછું રહ્યું છે. મોદીને આ વખતે ગત ચૂંટણીમાં મળેલા વોટથી ઓછા મત મળ્યા છે.
શરુઆતી વલણોમાં વારાણસી સીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સીટથી પાછળ હતા. તેનાથી વિપક્ષ ઉત્સાહિત થઈ ગયો હતો. પણ ત્યાર બાદ આગામી તબક્કાની ગણતરીમાં ભાજપે જબરદસ્ત વાપસી કરી અને પછી પીએમ મોદી પાછળ રહ્યા નહીં.
વાસ્તવમાં પીએમ મોદી આ પહેલા 2014 અને 2019માં લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. પીએમ મોદી એક જ સીટ પરથી સતત જીતનારા ત્રીજા વડાપ્રધાન બન્યા છે. અગાઉ આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના નામે નોંધાયેલો હતો.
ગત વખતે વડાપ્રધાન મોદીને 6,74,664 મત મળ્યા હતા. આ વખતે 6,12,970 વોટ મળ્યા છે. તો ગત વખતે માત્ર 1,52,548 વોટ મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને આ વખતે 4,60,457 મત મળ્યા છે. આ રીતે વડાપ્રધાન મોદીએ અજય રાયને 1,52,355 વોટથી હરાવ્યા છે. મંગળવારની સવારે કાઉન્ટિંગ શરુ થયા બાદ એક સમયે એવું લાગતું હતું કે જ્યારે વડાપ્રધાન મોદી અજય રાયથી પાછળ તઈ ગયા હતા. જે બાદ વડાપ્રધાન મોદી આગળ નીકળી ગયા હતા. બસપાના અતહર જમાલ લારીને 33,766 વોટ મળ્યા છે. જો મત ટકાવારીની વાત કરીએ તો વડાપ્રધાન મોદીને કૂલ મળેલા મોટ 54.24 ટકા અને અજય રાયને 40.74 ટકા વોટ મળ્યા છે.
વડાપ્રધાન મોદીએ પહેલી વખત 2014માં વારાણસીને ચુંટ્યા હતા. ત્યારે ત્રણ લાખથી વધુ વોટથી જીત્યા. તેમની સામે ઉતરેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બીજા, સપાના કૈલાશ ચૌરસિયા ત્રીજા અને કોંગ્રેસના અજય રાય ચોથા નંબરે રહ્યાં હતા. 2019માં વડાપ્રધાન મોદી બીજી વખત મેદાનમાં ઉતર્યા અને એકતરફીનો મુકાબલામાં જીત મેળવી છે. 2019માં સપાના શાલિની યાદવ બીજા અને કોંગ્રેસના અજય રાય ત્રીજા નંબરે હતા.