દિલ્હી રમખાણો દરમિયાન દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ શરજીલ ઇમામની રાજદ્રોહ અને UAPA કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી જે આજે દિલ્હી હાઈકોર્ટે લગભગ સાડા ચાર વર્ષ બાદ શરજીલ ઈમામને જામીન આપ્યા છે.
દિલ્હી હાઈકોર્ટે બુધવારે JNU વિદ્વાન શરજીલ ઈમામને રાજદ્રોહ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો સાથે સંકળાયેલા 2020ના કોમી રમખાણોના કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની ખંડપીઠે જામીન મંજૂર કર્યા હતા. દિલ્હી રમખાણો દરમિયાન દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ શરજીલ ઇમામની રાજદ્રોહ અને UAPA કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી. શરજીલ ઈમામે ટ્રાયલ કોર્ટના તેમને જામીન નકારવાના આદેશની ટીકા કરી હતી, તેમ છતાં તેણે દોષિત ઠેરવવાના કેસમાં આપવામાં આવેલી મહત્તમ સજાના અડધા કરતાં વધુની સજા ભોગવી છે.
શરજીલ ઇમામ વિરુદ્ધ કેસ
પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે 13 ડિસેમ્બર, 2019ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયામાં અને 16 ડિસેમ્બર, 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રૂપે ભાષણ આપ્યું હતું, જ્યાં તેણે આસામ અને બાકીના ઉત્તરપૂર્વને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી. ઇમામ સામે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા કેસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે શરૂઆતમાં રાજદ્રોહના ગુના માટે નોંધવામાં આવ્યો હતો અને બાદમાં UAPAની કલમ 13 લાગુ કરવામાં આવી હતી. આ કેસમાં તે 28 જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં છે.
કરકરડૂમા કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી
ફેબ્રુઆરીમાં, દિલ્હીની કર્કરડૂમા કોર્ટે શરજીલ ઇમામને વૈધાનિક જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી શરજીલે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જો શરજીલને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે, તો તે મહત્તમ સજાના અડધાથી વધુ સજા ભોગવી ચૂક્યો છે.