ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતમાં રાત્રે 8:00 વાગે જોઈ શકાશે, અન્ય મેચો કેટલા વાગે રમાશે તે પણ જાણી લો
T20 વર્લ્ડકપમાં પ્રથમ વાર ‘સ્ટોપ ક્લોક’ નિયમ લાગુ કરાયો
ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થઈ રહી છે અને તે 29 જૂન સુધી રમાશે. T20 વર્લ્ડ કપની આ નવમી સિઝનનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થઈ રહ્યું છે. જેમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. વર્ષ 2007માં સૌ પ્રથમ T20 વર્લ્ડ કપ રમાયો હતો. જે ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે(2012, 2016) અને ઈંગ્લેન્ડે(2010, 2022) એમ બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો માત્ર એક જ વાર T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે.
https://x.com/T20WorldCup/status/1791454661850890278/video/1
T20 વર્લ્ડ કપમાં આ વખતે 20 ટીમો ભાગ લઈ રહી છે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે. ત્યારબાદ ફરી 8 ટીમોએ સુપર 8 રાઉન્ડમાં મેચ રમવાની છે. સુપર 8માં પણ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર 8માં બંને ગ્રૂપની ટોપ 2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.
T20 વર્લ્ડ કપની મેચો 9 વેન્યૂ પર રમાશે.
સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગા અને બારબુડા
કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બારબાડોસ
પ્રોવિડેન્સ સ્ટેડિયમ, પ્રોવિડેન્સ, ગયાના
ડૈરેન સેમી સ્ટેડિયમ, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા
આર્નોસ વ્હેલ સ્ટેડિયમ, કિંગ્સટાઉન, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્સ
બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમ, સૈન ફર્નાન્ડો, ત્રિનિદાદ એન્ડ ટોબેગો
સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક, લોડરહિલ, ફ્લોરિડા, અમેરિકા
ગ્રાન્ડ પ્રીરી સ્ટેડિયમ, ડલાસ (ટેક્સાસ), અમેરિકા
નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, લોન્ગ આઈલેન્ડ (ન્યૂયોર્ક), અમેરિકા
(નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં આવેલું છે. આ એક એવું અસ્થાયી સ્ટેડિયમ છે જે ખાસ કરીને આ જ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.)
આ વખતે ‘સ્ટોપ ક્લોક’ નિયમ લાગુ
આ વખતે T20 વર્લ્ડ કપમાં ‘સ્ટોપ ક્લોક’ નિયમનો ઉપયોગ કરવામાં આવશે. આ નિયમ અંતર્ગત બોલિંગ કરનાર ટીમે એક ઓવર પૂરી થયાની 60 સેકન્ડની અંદર જ બીજી ઓવર શરૂ કરવાની રહેશે. આ નિયમ પ્રમાણે દરેક ઈનિંગનો સમય 1 કલાક 25 મિનિટનો રહેશે અને 20 મિનિટનો ઈન્ટરવલ રાખવામાં આવ્યો છે. વિશેષ પરિસ્થિતિ છોડીને મેચ 3 કલાક 10 મિનિટમાં ખતમ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
મેચ ટાઈ થશે તો સુપર ઓવર
જો કોઈ મેચ ટાઈ થશે તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ફરીથી સુપર ઓવર રમાડવામાં આવશે જ્યાં સુધી મેચનો નિર્ણય ન આવી જાય.
વરસાદ પડશે તો ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ
જો મેચ દરમિયાન વરસાદમાં પડે તો સૌ પ્રથમ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે. DLS માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જે મુજબ ગ્રુપ સ્ટેજ અને સુપર-8 માટે DLS નો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે બંને ટીમો ઓછામાં ઓછી 5 ઓવરની મેચ રમાઈ હોય. આ ઉપરાંત નોકઆઉટ મેચમાં બંને ટીમો માટે ઓછામાં ઓછી 10 ઓવર રમી હોવી જોઈએ.
ફાઈનલ મેચ 29મી જૂને રમાશે
ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ અને ફાઈનલ માટે 190 મિનિટના વધારાના સમય ઉપરાંત વિશેષ સ્થિતિમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઈનલ માટે માત્ર 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. કારણ કે બીજી સેમીફાઈનલ જીતનારી ટીમ બીજા દિવસે મેચ રમશે નહીં. 27મી જૂને બીજી સેમીફાઈનલ અને ફાઈનલ મેચ 29મી જૂને છે. 28 જૂનના રોજ કોઈ મેચ રમાશે નહીં.
કુલ 20 ટીમો મેચ રમશે
વેસ્ટ ઈન્ડિઝ, USA, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, કેનેડા, નેપાળ, ઓમાન, નામિબિયા, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની.
ભારમાં રાત્રે 8:00 વાગ્યે મેચ દેખાશે
ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે મેચ શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી રમાશે. આ ઉપરાંત પ્રથમ સેમિફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
ભારત 4 મેચ રમશે, જે નીચે મુજબ છે
5 જૂન- ભારત Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે
9 જૂન- ભારત Vs પાકિસ્તાન, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે
12 જૂન- ભારત Vs યુએસએ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે
15 જૂન – ભારત Vs કેનેડા, ફ્લોરિડા, સમય- રાત્રે 8:00 વાગ્યે
2007થી લઈનેઅત્યાર સુધી કઈ ટીમે ક્યારે વર્લ્ડકપ જીત્યો તેની યાદી
2007 – ભારત
2009- પાકિસ્તાન
2010- ઈંગ્લેન્ડ
2012- વેસ્ટ ઈન્ડિઝ
2014- શ્રીલંકા
2016- વેસ્ટ ઈન્ડિઝ
2021- ઓસ્ટ્રેલિયા
2022- ઈંગ્લેન્ડ