IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બન્યું ચેમ્પિયન, ત્રીજી વખત IPL ટાઈટલ જીત્યુ, જાણો કોને કયો એવોર્ડ અને કેટલી રકમ મળી.

ipl2024-winner

આઈપીએલ સિઝનની શરુઆતથી લઇને અત્યાર સુધીની ચેમ્પિયન ટીમ લિસ્ટ અને રનર્સ અપ, મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સહિત અન્ય રેકોર્ડસ અંગે વિગતવાર જાણકારી

IPL 2024: આઈપીએલ 2024નાં ચેમ્પિયન બનવા ચેન્નાઈ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી હતી. જેમાં SRH ટીમે પ્રથમ બેટીંગ કરતા 113 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જ્યારે KKRએ માત્ર 10.3 ઓવરમાં 114 રન બનાવી 8 વિકેટથી ફાઈનલ મેચ અને સિરીઝ જીતી ટ્રોફી પોતાના નામે કરી હતી. 10 વર્ષ બાદ ફરી એકવાર KKR ચેમ્પિયન બન્યું છે. એક દાયકા બાદ KKR ફરી એકવાર ચેમ્પિયન બન્યું છે. છેલ્લે 2014 માં KKR ચેમ્પિયન બન્યું હતું.

આઈપીએલ 2024ની સિઝનમાં ચેમ્પિયન ટીમ KKRને અને રનર અપ ટીમ SRHને કેટલી ઈનામી રકમ મળી. તેમજ ઓરેન્જ કેપ, પર્પલ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન, બેસ્ટ સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન તેમજ અન્ય એવોર્ડ કોને મળ્યો છે તે જાણો.

CHAMPION (WINNER) TEAM: આઈપીએલ 2024ની ચેમ્પિયન(વિજેતા) ટીમ KKRને ટ્રોફીની સાથે સાથે 20 કરોડ રૂપિયાની રકમ મળી છે.

https://x.com/IPL/status/1794807572039635166

RUNNER UP TEAM: આઈપીએલ 2024ની રનર-અપ ટીમ SRHને 12.5 કરોડ રૂપિયાની રકમ મળી છે.

IMERGING PLAYER OF THE SEASON: આઈપીએલ 2024માં SRHના નિતીશ રેડ્ડીને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ અને 10 લાખ રૂપિયાની રકમ પણ મળી છે. નિતીશ રેડ્ડીએ આ સિઝનની 13 મેચમાં 33.67ની એવરેજથી 303 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી.

https://x.com/IPL/status/1794800120938242318

MOST VALUABLE PLAYER OF THIS SEASON: આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ KKRના સુનિલ નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો છે. સુનિલ નારાયણને 10 લાખ રૂપિયાની રકમ મળી છે. આ સિઝનમાં નારાયણે 488 રન અને 17 વિકેટ ઝડપી છે.

https://x.com/IPL/status/1794805946016997852

ULTIMATE FANTASY PLAYER OF THE SEASON: આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ KKRના સુનિલ નારાયણને અલ્ટીમેટ ફેન્ટાસી પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો છે.

ORANGE CAP: આઈપીએલ 2024માં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ઓરેન્જ કેપ અને 10 લાખ રૂપિયાની રકમ મળી છે. વિરાટ કોહલીએ 15 મેચમાં 61.75ની એવરેજથી સૌથી વધુ 741 રન બનાવ્યા છે.

https://x.com/IPL/status/1794801136077259048

PURPLE CAP: આઈપીએલ 2024માં PBKSના બોલર હર્ષલ પટેલને પર્પલ કેપ અને 10 લાખ રૂપિયાની રકમ મળી છે. હર્ષલ પટેલે 14 મેચમાં સૌથી વધુ 24 વિકેટ વિકેટ લીધી છે.

https://x.com/IPL/status/1794803082817425451

MOST SIXES IN THIS SEAON: આઈપીએલ 2024માં SRHના અભિષેક શર્માને મોસ્ટ સિક્સીસ ઈન ધ સિઝનનો એવોર્ડ અને 10 લાખ રૂપિયા મળ્યા છે. અભિષેક શર્માએ સૌથી વધુ 42 સિક્સર ફટકારી છે.

MOST FOURS IN THIS SEAON: આઈપીએલ 2024માં SRHના ટ્રેવિસ હેડને મોસ્ટ ફોર્સ ઈન ધ સિઝનનો એવોર્ડ અને 10 લાખ રૂપિયા મળ્યા છે. ટ્રેવિસ હેડે સૌથી વધુ 64 ચોગ્ગા ફટકાર્યા છે.

BEST STRIKER OF THE SEAON: આઈપીએલ 2024માં DCના ઓપનર જેક ફ્રેઝર મેકગર્કને બેસ્ટ સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનના એવોર્ડ સાથે 10 લાખ રૂપિયા મળ્યા છે. તેને આ સિઝનની 9 મેચમાં 234ના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા હતા.

CATCH OF THE SEASON: આઈપીએલ 2024માં KKRના રમનદીપ સિંહને કેચ ઓફ ધ સીઝનનો એવોર્ડ અને સાથે 10 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે. રમનદીપે લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર કેચ ઝડપ્યો હતો.

FAIR PLAY AWARD: આઈપીએલ 2024માં SRHને ફેયર પ્લે એવોર્ડ અને 10 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે.

PITCH AND GROUND AWARD: રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદને પીચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ અને 50 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે.

IPL 2024 FINAL MATCH – KKR vs SRH AWARDS

એવોર્ડખેલાડીનું નામ
પ્લેયર ઓફ ધ મેચમાઈકલ સ્ટાર્ક
ફેન્ટાસી પ્લેયર ઓફ ધ મેચમાઈકલ સ્ટાર્ક
મોસ્ટ સિક્સીસ(છગ્ગા) ઈન ધ મેચવેન્કટેસ ઐયર
મોસ્ટ ફોર્સ(ચોગ્ગા) ઈન ધ મેચરહમનુલ્લાહ ગુરબાઝ
મોસ્ટ ડોટ બોલ ઈન ધ મેચહર્ષિત રાણા

IPL ચેમ્પિયન લિસ્ટ – કઇ ટીમ ક્યારે અને કેટલી વાર જીતી

ચેમ્પિયન ટીમનું નામકેટલી વાર જીતીકયારે જીતી
મુંબઈ ઈન્ડિયન્સ5 2013, 2015, 2017, 2019, 2020
ચેન્નાઈ સુપર કિંગ્સ5 2010, 2011, 2018, 2021, 2023
કોલકાતા નાઈટ રાઈડર્સ 32012, 2014, 2024
સનરાઇઝર્સ હૈદરાબાદ12016
રાજસ્થાન રોયલ્સ12008
ડેક્કન ચાર્જર્સ12009
ગુજરાત ટાઇટન્સ12022

આઈપીએલ શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના આઈપીએલ ચેમ્પિયન ટીમની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાંચ પાંચ વખત ચેમ્પિયન બની રેકોર્ડ ધરાવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી ટીમ છે જે બે વખત ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદના નામે પણ એક ટાઇટલ છે. આઈપીએલ પ્રથમ સિઝન 2008 માં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બન્યું હતું.