ગેમઝોન અગ્નિકાંડઃ 48 કલાકથી 18 ટીમો FSLમાં DNA ટેસ્ટિંગ કરી રહી છે, મૃતકોની યાદી નીચે મુજબ છે, CCTV આવ્યા સામે

rajkotgamezoneFire

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ FSL લેબની મુલાકાત લીધી હતી, તેમણે જણાવ્યું હતું કે FSL ખાતે એક નમુનની ચકાસણી પાછળ 48 કલાક જેટલો સમય લાગી રહ્યો છે

રાજકોટના નાના મવા સ્થિત TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્યની સરકારે SITની રચના કરીને વહેલી તકે રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન પ્રારંભિક કાર્યવાહીને પગલે જ 7 જેટલાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં જેમા માર્ગ મકાન વિભાગના ઇજનેર, બે પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટાઉન પ્લાનિંગ ઓફિસરોનો સમાવેશ થાય છે. IPS સુભાષ ત્રિવેદી અને IAS બંછાનિધી પાનીના ખાસ તપાસ દળ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ પોલીસ કમિશનરની પણ પુછપરછ થઈ છે. આ બંનેને રાતે અઢી વાગ્યા સુધી બેસાડી રાખવામા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્‍ડ કરવામાં આવ્યા છે. આ સાથે આગ દુર્ઘટનામાં જવાબદાર કુલ-૭ અધિકારીઓ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગર સ્થિત FSL ખાતે DNA ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે
રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ હવે મૃતકોની ઓળખ માટે ગાંધીનગર સ્થિત FSL ખાતે DNA ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા ઝડપી થાય તે માટે તમામ અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ FSL લેબની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે FSL ખાતે એક નમુનની ચકાસણી પાછળ 48 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. 9 સ્ટેપની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે. મૃતકની બોડીમાં રહેલા બોન્ઝનાં આધારે ઓળખ કરવામાં આવી રહી છે.

બોડીમાં રહેલા બોન્ઝના માધ્યમથી DNA એકત્રિત કરવામાં આવી રહ્યું છે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છેકે, રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં મૃતદેહના DNA ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. જે સૌથી ચેલેન્જિંગ પ્રક્રિયા છે. કોઈ પણ મૃતદેહમાંથી લોહી નાં મળવાનાં કારણે બોડીમાં રહેલા બોન્ઝના માધ્યમથી DNA એકત્રિત કરવામાં આવી રહ્યું છે. મૃતદેહની બોન્ઝમાંથી મળેલા ડીએનએ અને પરિવારજનોના ડીએનએ મેચ કરીને ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. બીજી સાયકલનું હમણાં રીઝલ્ટ આવશે. જેમાં આઠ લોકોના ડીએનએ ચાલી રહ્યા છે. જેમાં સાડા પાંચ વાગ્યાની આસપાસ અન્ય ડીએનએ રિપોર્ટ આવશે. જેના આધારે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે. ઘટનાના દિવસે મોડી રાત્રે 3:00 વાગ્યાથી તમામ સેમ્પલિંગ એકઠા કરીને તાત્કાલિક ધોરણે ઓળખની કામગીરી ચાલી રહી છે.

મૃતકના બોન્ઝમાં અંદર રહેલું જે કેલ્શિયમ હોય છે. એ કેલ્શિયમ આધારે ચકાસણી કરવામાં આવે છે.
પ્રથમ તબક્કામાં બોડીમાંથી લોહીના નમૂના ન મળવાના કારણે મૃતકના બોન્ઝમાં અંદર રહેલું જે કેલ્શિયમ હોય છે. એ કેલ્શિયમ આધારે ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી માટે ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે. બીજા તબકમાં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. ડિસ્ટ્રેક્ટ કરવાની જે પ્રક્રિયા છે તેમાં 7 થી 8 કલાક જેટલો સમય લાગે છે. આખી પ્રક્રિયા પાછળ 48 કલાક જેટલો સમય લાગે છે.

મુખ્યમંત્રી પણ દર કલાકે અપડેટ લઈ રહ્યા છે
એફએસએલની કામગીરી બાબતે આજે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. કોઈપણ ઘટના બને એમાં મુખ્ય ત્રણ સ્ટેપનાં આધારે કામગીરી થતી હોય છે. પ્રથમ સ્ટેપ બચાવવાની કામગીરી બીજું સ્ટેપ સારવારની કામગીરી અને ત્રીજું સ્ટેપ એક્શન. એસાઈટીની ટીમે મોડી રાત સુધી લોકોના જવાબ લીધા છે. મુખ્યમંત્રીએ ગઇ રાત્રે તમામ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ જે જવાબદાર અધિકારી હતા તેમની સામે કાર્યવાહી કરી છે. 2001 થી લઈને 2024 સુધીમાં જેટલી પણ ફાઈલો છે તે એકઠી કરવામાં આવી છે. આ ઘટનામાં જે પણ અધિકારીઓ પરમિશન બાબતે જોડાયેલા છે એમાં કોઈ પણ નહિ છોડવામાં નહીં આવે. તપાસ દરમિયાન પ્રારંભિક કાર્યવાહીને પગલે જ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

રાજકોટ ગેમ ઝોન દૂર્ઘટનાના મૃતકોની યાદી જાહેર
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલે ગુમ લોકોની યાદી બહાર પાડી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં સામેલ વ્યક્તિઓને ગુમ થયેલા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા – 23 વર્ષ
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા – 44 વર્ષ
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા – 15 વર્ષ
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા – 15 વર્ષ
સુમિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા – 45 વર્ષ
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ – 35 વર્ષ
અક્ષત કિશોરભાઈ ઢોલરીયા – 24 વર્ષ
ખ્યાતિબેન સાવલીયા – 20 વર્ષ
હરિતાબેન સાવલીયા – 24 વર્ષ
વિશ્વરાજસિંહ જાડેજા, 23 વર્ષ
કલ્પેશ બગડા – 22 વર્ષ
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
નીરવ રસિકભાઈ વેકરીયા – 20 વર્ષ
સત્યપાલસિંહ જાડેજા – 17 વર્ષ
શત્રુઘ્નસિંહ ચુડાસમા – 17 વર્ષ
જયંત ગોરેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા19, મિતેશ બાબુભાઈ જાદવ – 25 વર્ષ
ઓમદેવસિંહ ચુડાસમા – 35 વર્ષ, ભાવનગર
વિરેન્દ્રસિંહ
કાથડ આશાબેન ચંદુભાઈ – 18 વર્ષ
રાજભા પ્રદીપસિંહ ચૌધણ – 12 વર્ષ
રમેશકુમાર નસ્તારામ – બાડમેર
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવ ગૌર – 17 વર્ષ

PMO દ્વારા મતૃકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય, મોરારિ બાપુએ સહાય આપી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મતૃકોના પરિવારજનોને પીએઓ તરફથી 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત કાથાકાર મોરારિબાપુ પણ મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય આપશે.

રાજકોટ ગેમ ઝોન દૂર્ઘટનામાં પોલીસ ફરિયાદ, 6 આરોપીનો ઉલ્લેખ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દૂર્ઘટનામાં પોલીસ ફરિયાદ થઇ છે. આ પોલીસ ફરિયાદમાં 6 આરોપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ધવનભાઇ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કીરિટસિંહ સોલંકી, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને તપાસમાં અન્ય નામ ખુલે તે વ્યક્તિઓના ઉલ્લેખ કરાયો છે.