ગોવા ફરવા જવાનો પ્લાન હોય તો IRCTC લાવ્યું સ્પેશિયલ ટૂર પેકેજ, જાણો સંપૂર્ણ માહિતી

Goa-tour

IRCTCએ ગોવા માટે એક સ્પેશિયલ ટ્રિપ લોન્ચ કરી છે. અમે તમને જણાવીશું ટૂરની સંપૂર્ણ ડિટેઇલ્સ

જો તમે આ વર્ષે બીચ વેકેશન માણવા માંગતા હોવ તો ગોવા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. IRCTC આ માટે ખાસ રેલ ટૂર પેકેજ લઈને આવ્યું છે. IRCTCએ ગોવા માટે સ્પેશિયલ ટૂર પેકેજ શરૂ કર્યું છે. અમે તમને તેના પ્રવાસની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.

IRCTC રાજકોટથી ગોવા માટે એક સ્પેશિયલ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમને રાજકોટથી ગોવા આવવા-જવા માટે ટ્રેનની ટિકિટ મળશે. દર સોમવારે તમે આ પેકેજનો આનંદ ઉઠાવી શકો છે. આ પેકેજમાં તમે 3 એસી અને સ્લીપર કોચમાં મુસાફરી કરી શકશો.

IRCTCની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ પેકેજ માટે બુકિંગ કરાવી શકો છો. જેના માટે તમે સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર અને સૂરતથી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.

IRCTCના 6 દિવસ અને 5 રાતનાં આ ગોવા માટેના સ્પેશ્યલ ટૂર પેકેજમાં તમે ગોવાની અનેક પ્રસિદ્ધ જગ્યાઓ જેવા કે ચર્ચ, બીચ, ડોલ્ફિુન સ્પોર્ટિંગ ટ્રિપ, ક્રૂઝ વગેરેનો આનંદ માણી શકશો.

IRCTCના આ પેકેજમાં તમને મળશે 3 સ્ટાર હોટલમાં રોકાવવાની સુવિધા અને સાથે જ યાત્રિકોને રિવર ક્રૂઝ અને ભોજનની સુવિધા પણ મળશે. આ પેકેજમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ સામેલ છે.

આ પેકેજ માટે 3 એસીમાં તમને 21,600 રુપિયાથી લઈને 40,200 રુપિયા પ્રતિ વ્યક્તિના હિસાબે પૈસા ચુકવવા પડશે. તેમજ સ્લીપર ક્લાસ માટે તમારે 18,100 રુપિયાથી લઈને 36,700 રુપિયા પ્રતિ વ્યક્તિ ચુકવવા પડશે. આ માટેની ફી શુલ્ક ઓક્યૂપેન્સી અને ક્લાસના આધારે નક્કી થશે.