કેરળમાં ભારે વરસાદ, 11ના મોત, 25 મે સુધી ભારે વરસાદની સંભાવના, ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું

kerala-rain

કેરળના કિનારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નવું લો પ્રેશર સર્જાયું

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં મુશળધાર વરસાદે કાળો કેર મચાવ્યો છે. કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે 11 લોકોના મોત છે. કેરળનાં ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં 11થી 20 સેમી વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.

https://x.com/Indiametdept/status/1793669250294686040

કેન્દ્રીય હવામાન વિભાગે માહિતી આપી છે કે આજે અને 25 મે સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હજુ પણ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની ધારણા વ્યકત કરાઈ છે. તો નોર્થ ઈસ્ટમાં પણ વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે. કેન્દ્રીય હવામાન વિભાગે માહિતી આપી છે કે કેરળના કિનારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નવું લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવના છે.

https://x.com/ANI/status/1793503283866484886

મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ એક મજબૂત પ્રેશર મધ્ય બંગાળની ખાડી પર ગંભીર પ્રેશરમાં તીવ્ર બન્યું છે. તે 25 મેની સવાર સુધીમાં મધ્ય-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં અને 25 મેની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.

કેન્દ્રીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 26 મેની રાત્રે બાંગ્લાદેશ-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે ભૂસ્ખલન થવાની સંભાવના છે. કેરળના કિનારે દક્ષિણ વિઝિંજમથી ઉત્તર કસરાગોડ સુધી ગુરુવાર રાત સુધી 0.4 થી 3.3 મીટરની ઊંચાઈ સુધીના દરિયાઈ મોજાં ઉછળવાની સંભાવના છે.

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જાહેરાત કરી કે જો રાજ્યમાં કોઈને મદદની જરૂર હોય, તો જનતા 0471-2302160, 9946102865 અને 9946102862 નંબર પર કૉલ કરી શકે છે. જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ કરવામાં આવશે.

https://x.com/ANI/status/1793915534146441391

હવામાન વિભાગ દ્વારા આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પથાનમથિટ્ટા, અલ્લાપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે થ્રિસુરના સેન્ટ થોમસ રોડ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં વાહનોને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રસ્તો સાફ કરાવ્યો હતો.

હાલમાં કેરળના એર્નાકુલમ વિસ્તારમાં ભારે વરસાદ ચાલું છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રેડ એલર્ટ 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારેથી અતિ ભારે વરસાદ (Rain) સૂચવે છે, જ્યારે ઓરેન્જ એલર્ટનો અર્થ છે 11 સેમીથી 20 સેમી જેટલો ભારે વરસાદ અને યલો એલર્ટ એટલે 6 સેમીથી 11 સેમી વચ્ચે ભારે વરસાદ.