અમદાવાદમાં સોનુ છેલ્લા 3 દિવસમાં રૂ. 2700 સસ્તુ થયુ છે. જ્યારે ચાંદીની કિંમતમાં ખાસ ફરક પડ્યો નથી.
સોનાની કિંમતમાં આજે 700 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમત 74300 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જે 20 મેની રૂ. 77000ની સપાટીથી 2700 રુપિયા ઘટી છે. ચાંદી રૂ. 91000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહી છે.
વૈશ્વિક સ્તરે સોનાની કિંમત આજે 0.54 ટકા વધી 2340.90 પ્રતિ ઔંશ થઈ હતી. ચાંદી પણ 0.80 ટકા વધી 30.70 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી.
મુંબઈ(Gold Price Today In Mumbai)
મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 67,290 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 73,410 પ્રતિ ગ્રામ છે.
કોલકાતા (Gold Price Today In Kolkata)
કોલકાતામાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 67,290 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 73,410 પ્રતિ ગ્રામ છે.
ચેન્નાઈ(Gold Price Today In Chennai)
ચેન્નાઈમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 67,490 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 73,630 પ્રતિ ગ્રામ છે.
દિલ્હી (Gold Price Today In Delhi)
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 67,440 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 73,560 પ્રતિ ગ્રામ છે.
બેંગલુરુ (Gold Price Today In Bengaluru)
બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 67,290 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 73,410 પ્રતિ ગ્રામ છે.
હૈદરાબાદ (Gold Price Today In Hyderabad)
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 67,290 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 73,410 પ્રતિ ગ્રામ છે.
અમદાવાદ(Gold Price Today In Ahmedabad)
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 67,340 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 73,460 પ્રતિ ગ્રામ છે.
વડોદરા (Gold Price Today In Vadodara)
વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 67,340 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 73,460 પ્રતિ ગ્રામ છે.
કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,468ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,665 અને નીચામાં રૂ.71,374 ના મથાળે અથડાઈ, રૂ.12 ઘટી રૂ.71,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.174 વધી રૂ.58,390 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.7,067ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.71,636ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.90,562ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,390 અને નીચામાં રૂ.90,462 ના મથાળે અથડાઈ, રૂ.690 વધી રૂ.91,127 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.679 વધી રૂ.91,120 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.691 વધી રૂ.91,110 બોલાઈ રહ્યો હતો.
રશિયા-યુક્રેન વચ્ચે જારી જિયો પોલિટિકલ ક્રાઈસિસ તેમજ નવેમ્બરમાં ફેડ દ્વારા રેટ કટની 66 ટકા સંભાવનાઓના પગલે મોટા અને સંસ્થાકીય રોકાણકારો કિંમતી ધાતુમાં રોકાણ કરી રહ્યા છે. જ્યારે રિટેલ રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા હોકિશ વલણ જાળવી રાખવાનો સંકેત મળતાં કિંમતી ધાતુમાં વૈશ્વિક સ્તરે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. જેની અસર સ્થાનીય બજારો પર પણ જોવા મળી છે.