ખાનગી કંપનીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાને લીધે તેનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ. કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાને લીધે તેનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સહિત કૂલ સાત લોકો સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. આ લેન્ડિંગ હેલિપેડ પર નહીં પરંતુ બાજુમાં આવેલા ખાડા-ટેકરા વાળી જગ્યામાં કરી હતી.
https://x.com/AshTheWiz/status/1793890258733670867
કેદારનાથ ધામમાં હવાઈ યાત્રા જારી છે. શ્રદ્ધાળુઓની ભીડના કારણે હવાઈ યાત્રાઓમાં ભારે તેજી ચાલી રહી છે. કેદારનાથ ધામ માટે રોજ મોટી સંખ્યામાં હેલિકોપ્ટર તીર્થયાત્રીઓને લઇ ઉડી રહ્યા છે.
આજે સવારે પણ ક્રિસ્ટલ એવિએશનનું હેલિકોપ્ટરે સવારીઓને લઇને ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચે શેરસી હેલિપેડથી ઉડ્ડાન ભરી હતી. પરંતુ કેદારનાથ ધામથી 100 મીટર પહેલા પહાડી પર ક્રિસ્ટલ એવિએશન હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. કેદારનાથ ધામના હેલિપેડથી લગભગ 100 મીટર પહેલા ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી.
https://x.com/PTI_News/status/1793897061642916225
આ મામલે રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગઢવારે કહ્યું કે આ હેલિકોપ્ટરે સિરસીથી ઉડાન ભરી હતી અને તે કેદારનાથ જઈ રહ્યું હતું. જોકે ઉડાન ભર્યાની થોડીક જ વાર બાદ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિકોપ્ટરની પાછળની મોટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના બાદ પાઈલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય કર્યો હતો.
ગહરવારે ઉમેર્યું હતું કે, પાઇલોટ શાંત રહ્યો અને ઝડપી નિર્ણય લીધો, જેથી મોટી દુર્ઘટના ટળી. તમામ છ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. પરંતુ બે મિનિટ માટે તે છ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી. હેલિકોપ્ટરમાં આવેલી ટેકનિકલ ખામી અંગે તપાસ કરવામાં આવી રહી છે.