કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર સતર્ક, બે હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયા, સુરક્ષા માટે અપાઈ સૂચના

bhupendra-patel-kazakistan

રાજ્ય સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.: સીએમ ભૂપેન્દ્ર પટેલ

હાલના સમયમાં કર્ગિસ્તાનમાં સ્થિતિ વણસી છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા વીડિયો સામે આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે, સ્થિતિ એવી છે કે, ભારતીય વિદ્યાર્થીઓ પણ હાલમાં ડરના માહોલ વચ્ચે રહી રહ્યા છે.

ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. વિદ્યાર્થીઓને એમ્બેસીના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ગુજરાત સરકાર પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને સૂચના આપી છે.

https://x.com/Bhupendrapbjp/status/1793590461753614724

17 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. કિર્ગિસ્તાનમાં સૌથી વધારે સુરતના વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. કર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.

કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ વધવાના અહેવાલ છે, ત્યારે કર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં છે.

કર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવાની સૂચના તેમને આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ કહી ચૂક્યા છે કે ત્યાં 1200 જેટલાં એમબીબીએસ વિદ્યાર્થી અમારા રાજ્યના છે. જોકે તેમણે આ બધા સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં એક મધ્યપ્રદેશના વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને ભારત સરકારને મદદ કરવા અપીલ કરી હતી. બડવાની જિલ્લાનો રહેવાશી ચેતન માલવીય કિર્ગિસ્તાનમાં એમબીબીએસ કરી રહ્યો છે. ચેતને તેના વીડિયોમાં જણાવી રહ્યો છે કે તે કેવી સ્થિતિમાં ત્યાં રહેવા મજબૂર છે. 18મેની રાતે તો સ્થાનિકો તેના હોસ્ટેલ સુધી પહોંચી ગયા હતા.

ત્યાં હવે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ચેત કહે છે કે, હું અહીં એમબીબીએસનો અભ્યાસ કરવા આવ્યો છું. અહીં ભારત અને પાકિસ્તાન બંને દેશના નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન થઈ રહ્યું છે. અમે એકલા પડી ગયા છીએ. હોસ્ટેલથી બહાર નથી જઈ શકતા. અમારે ઘરે પાછા આવવું છે.

18મે વિશે તે કહે છે કે એ દિવસે રાતના સમયે અમારા હોસ્ટેલના ગેટ વારંવાર ખખડાવાયા હતા. 4-5 વખત આવું થયું. સદભાગ્યે અમે ગેટ ન ખોલ્યાં. બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ હતી. ચેતને માલવીય કહે છે કે અમે લોકો અહીંથી નીકળવા માગીએ છીએ. અમે ટિકિટ પણ લઈ લીધી છે. બસ હોસ્ટેલથી નીકળતા ડર લાગે છે. સરકાર અમારા માટે એરપોર્ટ સુધી મૂકી જવાની વ્યવસ્થા કરી આપે. અમારી બસ આટલી જ માગ છે.