જુગાર રમવા માટેનો આ નવો આઈડિયા જોઇને પોલીસ પણ ચોંકી ગઈ
ઝડપાયેલા આ તમામ લોકો ધોળકા-ખેડા- મહેમદાવાદ- મહુધા- ગળતેશ્વર રૂટ પર આઈશર ટ્રક ચલાવતા હતા
ખેડા જિલ્લામાં રોડ પર ચાલુ આઈશરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા એલસીબીને ચાલુ ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને પૂછપરછ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું. આ કેસમાં 42 જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. કુલ રૂ.4.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડા LCB માંથી મળતી માહિતી અનુસાર ગત રાત્રે ખેડા LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખેડા એલસીબી અને એસઓજી પોલીસને ચાલુ આઈશર ટ્રકમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના પગલે હાઈવે પર નાકાબંધી કરી દીધી. આ દરમિયામન મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈશર GJ 38 TA 1551 ને અટકાવીને તપાસ કરતા અંદર જુગાર રમતા લોકોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આ મામલે જુગારનો અડ્ડો ચલાવીને જુગાર રમતા ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરી છે.
આઈશર ટ્રકમાંથી જુગાર રમતા પકડાયેલ જુગારીઓનાં નામ નીચે મુજબ છે.
વિષ્ણુભાઈ સોમાભાઈ રાણા, વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રિતેશભાઈ બાબુભાઈ રાણા, મહેશકુમાર ખોડીદાસ રાણા, સંજયકુમાર જશુભાઈ રાણા, સુરેશભાઈ બાબુભાઈ રાણા, હર્ષદભાઈ રતિલાલ રાણા, કરણભાઈ મહેશભાઈ રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઈ પ્રવિણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઈ રાણા, રવિભાઈ રાજુભાઈ રાણા, રવિભાઈ હસમુખભાઈ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, જલ્પેશ વિનોદભાઈ રાણા, અશોક કનૈયાલાલ રાણા, ધવલભાઈ હસમુખભાઈ રાણા, સુનીલ દિનેશભાઈ રાણા, આશીષ નરેન્દ્રભાઈ રાણા, તુષારકુમાર ગોપાલભાઈ રાણા, બળદેવભાઈ રમણભાઈ રાણા, સાહિલભાઈ દશરથભાઈ રાણા, ધર્મેશભાઈ વિષ્ણુભાઈ રાણા, ભાવેશભાઈ મનોજભાઈ રાણા, રાજેશકુમાર વિષ્ણુભાઈ રાણા, કૃણાલ અલ્કેશભાઈ રાણા, દશરથભાઈ જેણાભાઈ રાણા, મનીષભાઈ સંજયભાઈ રાણા, મુકેશભાઈ રાજેશભાઈ રાણા, રાકેશભાઈ કનુભાઈ રાણા, દર્શનભાઈ રણછોડભાઈ રાણા, વિજયકુમાર છનાલાલ રાણા, મુકેશભાઈ દિનેશભાઈ રાણા, મિતેષભાઈ ભગવતીભાઈ રાણા, ભરતભાઈ શાંતિલાલ રાણા, જયેશભાઈ હિંમતભાઈ રાણા, જીગ્નેશભાઈ રાજુભાઇ રાણા, કિશનકુમાર રાજેશભાઈ રાણા, રાજેન્દ્રભાઈ રમેશભાઈ, જયેશભાઈ ગોપાલભાઈ રાણા, ધવલભાઈ રમેશભાઈ કાંગસીયા અને મહેશભાઈ ચંદુભાઈ ડબગર(તમામ રહે.ધોળકા, તા.ધોળકા, જિ.અમદાવાદ) નો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ તમામ લોકો ધોળકા-ખેડા- મહેમદાવાદ- મહુધા- ગળતેશ્વર રૂટ પર આઈશર ટ્રક ચલાવતા હતા. પોલીસે તમામ લોકો પાસેથી અંગજડતીના રોકડ રૂ. 1,55,490 તેમજ દાવ પર રોકડ રૂ. 9,230 તથા 7 નંગ મોબાઇલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ.4,72,720નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.