ગરમીનાં કારણે લોકો બીમાર ના પડે તેને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હીટવેવથી બચાવ માટે શું કરવુ, શું ન કરવુની એડવાઈઝરી જાહેર કરી
દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. ત્યારે ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત દિવસનું તાપમાન 44 ડિગ્રીએ રહે છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર અને ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે 21 મેથી 25 મે સુધી રાજ્યમાં હિટવેની આગાહી કરી છે. ત્યારે ત્યારે ગરમીના લીધે ગુજરાતમાં હિટ સ્ટોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં હિટ સ્ટોકના 2250 જેટલા કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા હતા. જેમાથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં હિટ સ્ટ્રોકના 420 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 235, છોટા ઉદેપુરમાં 158 અને નવસારી જિલ્લામાં 115 જેટલા કેસ નોંધાયા છે. ગરમીના કારણે બ્લડ પ્રેશરની બીમારીમાં પણ વધારો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારે ગરમીથી બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી.
21થી 25 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, આણંદ, સુરત અને વલસાડમાં હિટવેવના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં હિટવેની આગાહીને લઈને રાજ્ય સરકારે પણ લોકોને ગરમીમાં કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. આ ઉપરાંત પાણી વધારે પ્રમાણમાં પીવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. જેને હૃદયની બીમારી છે તેવા લોકોએ ઘરથી બહાર નીકળવાનું ટાળવાની આરોગ્ય વિભાગે પણ સૂચન કર્યું છે.
લૂ ની સ્થિતિમાં કરો આ કામ
હવામાન વિભાગે 21 મેથી 25 મે સુધી રાજ્યમાં હિટવેની આગાહી કરી છે. ત્યારે ત્યારે ગરમીના લીધે ગુજરાતમાં હિટ સ્ટોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ભીષણ લૂ થી બચવા માટે લોકોને ઘરેથી બહાર નીકળતી વખતે તડકામાં ચશ્મા, છત્રી, ટોપી અને ચપ્પલનો ઉપયોગ કરવાનું કહ્યું છે. જો તમે ખુલ્લામાં કાર્ય કરો છો તો માથું, ચહેરો, હાથ, પગને ભીના કપડાથી ઢાંકીને રાખો. તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરો. વધુ પાણી પીવો. સૂતરાઉ વસ્ત્ર પહેરો. લૂ થી પ્રભાવિત વ્યક્તિ/મહિલાને છાયડામાં સૂવડાવીને સૂતરાઉ ભીના કપડાથી લૂછો અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.