પાકિસ્તાનના બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે અને ભારત ચંદ્ર પર પહોંચી ગયું: પાક સાંસદ

Pakistan MP

એમપી સૈયદ મુસ્તફા કમાલે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સભામાં પોતાના દેશને અરીસો બતાવીને  ભારત દેશની ભરપૂર પ્રશંસા કરી

સાંસદ કમાલે ભારતની સિદ્ધિઓમાં મૂન લેન્ડિંગ મિશનનો ઉલ્લેખ કર્યો અને કરાંચીની ખરાબ સ્થિતિ વચ્ચે સરખામણી કરી

ભારતની પ્રગતિ પાકિસ્તાનને સ્વીકાર્ય નથી પરંતુ હવે પાકિસ્તાનના નેતાઓ તેમના દેશના દૂરગતીથી ખૂબ જ નારાજ છે અને તેનો ઠીકરો પાકિસ્તાનની સરકારની માથે ફોડી રહ્યા છે. પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને બેનકાબ કર્યું અને ભારતના ભરપૂર વખાણ કર્યા. કમલે ભારતના મૂન લેન્ડિંગ મિશનનો ઉલ્લેખ કર્યો અને ભારતની સિદ્ધિઓ અને કરાચીની ખરાબ સ્થિતિ વચ્ચે સરખામણી કરી.

પાક. બાળકો ગટરમાં પડીને મરી રહ્યા

મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P)ના નેતાએ કહ્યું કે જ્યારે ભારત ચંદ્ર પર ઉતરી રહ્યું છે અને અહીં પાકિસ્તાનમાં, કરાચી ખુલ્લી ગટરમાં પડીને બાળકોના મૃત્યુના સમાચાર બનાવી રહ્યું છે. કમલે કહ્યું, “આજે કરાચીની સ્થિતિ એવી છે કે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે ત્યારે કરાચીમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે અને બરાબર બે સેકન્ડ પછી એ જ સ્ક્રીન પર સમાચાર આવે છે કે ભારત ચંદ્ર પર ઉતર્યું છે. . તેમણે કરાચીમાં તાજા પાણીની અછતને લઈને સરકારને પણ ભીંસમાં લીધી હતી. તેમણે કહ્યું કે કરાચીમાં 70 લાખ અને પાકિસ્તાનમાં 2.6 કરોડથી વધુ બાળકો એવા છે જેઓ શાળાએ જઈ શકતા નથી.

કરાચી પાકિસ્તાનનું રાજસ્વ એન્જિન છે. તેની શરૂઆતથી, પાકિસ્તાન પાસે બે બંદરો કાર્યરત છે, બંને કરાચીમાં છે. કરાચી સમગ્ર પાકિસ્તાન, મધ્ય એશિયાથી અફઘાનિસ્તાન માટે પ્રવેશ દ્વાર છે. સરકારે કરાચીને થોડું ચોખ્ખું પાણી પૂરું પાડ્યું પરંતુ તે અહીં પહોંચે તે પહેલાં ટેન્કર માફિયાઓએ તેને લૂંટી લીધું.

અમારી પાસે કુલ 48,000 શાળાઓ છે, પરંતુ એક અહેવાલ છે તે મુજબ તેમાંથી 11,000 ખંડેર શાળાઓ  છે,  સાંસદે કહ્યું. સિંધમાં 70 લાખ બાળકો શાળાઓમાં જતા નથી અને દેશમાં કુલ 2,62,00,000 બાળકો શાળાઓ જતા નથી,

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટ, ઉંચી મોંઘવારી અને વધતા દેવું સામે ઝઝૂમી રહ્યું છે. IMFએ તેને નવી લોન આપવાની જાહેરાત કરી છે.