વારાણસીમાં PM મોદીનો 6 કિમી લાંબો રોડ શો, રોડ શૉમાં મિની ઇન્ડિયાની ઝલક જોવા મળી, લોકોએ ફૂલ વરસાવી હર હર મહાદેવના નારા લગાવી કર્યું સ્વાગત

modi-roadshow-varanasi

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે બાકીની બેઠકો માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પીએમ મોદી 14મેના રોજ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શો કર્યો હતો. 6 કિલોમીટર લાંબા પીએમ મોદીના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ રોડ-શોમાં જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો બાદ રાત્રે વારાણસીમાં રોકાશે. બીજા દિવસે મંગળવારે સવારે 10:15 વાગ્યે કાલ ભૈરવના દર્શન અને પૂજા કરશે. આ પછી સવારે 10:45 વાગ્યે NDA નેતાઓ સાથે બેઠક કરશે અને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજકીય વાતાવરણ પર પણ ચર્ચા થશે. પીએમ મોદી 11:40 કલાકે ઉમેદવારી પત્ર દાખલ કરશે. આ પછી તેઓ 12:15 વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. અગાઉ તેમણે વર્ષ 2014 અને 2019માં પણ આ મંદિરમાં દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, મંગળવાર કાલભૈરવનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન કાલભૈરવના દર્શન અને પૂજનથી વિશેષ ફળ મળે છે.

પીએમ મોદીના રોડ શો માટે દેશભરમાંથી લોકો વારાણસી પહોંચ્યા હતા. શી આખુ દુલ્હનની જેમ સજાવાયુ છે. પીએમ મોદીના આગમનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વારાણસીના રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ રોડ શોની શરૂઆત લંકા ચાર રસ્તા સ્થિત મહામના પૂજ્ય મદન મોહન માલવીયજીની પ્રતિમાને પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

PM મોદીનો આ રોડ શો રવિદાસ ગેટ, આસી, શિવલ, મદનપુરા, ગોદૌલિયા થઈને કાશી વિશ્વનાથ ધામ ચક સુધી ચાલશે. આ રોડ શોમાં મિની ઈન્ડિયાની ઝલક પણ જોવા મળી હતી. પીએમ મોદીના રોડ શોમાં માલવિયા સ્ટેચ્યુથી કાશી વિશ્વનાથ ધામ સુધી ‘મિની ઈન્ડિયા’ની ઝલક રજૂ કરવામાં આવી છે.. તમામ રાજ્યોના લોકો પરંપરાગત પોશાકમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ રોડ શોમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. 5 થી 6 કિમીનો રોડ શોની શરુઆત લંકા ચોકથી થઇ હતી. પીએમ મોદીના વાહનની આગળ ભગવા રંગની સાડી અને સાફો પહેરીને મહિલાઓ જોવા મળતી હતી.

રોડ શો દરમિયાન પીએમ મોદીનું સમગ્ર રૂટમાં શંખ, ઢોલના તાલ અને મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું. સમગ્ર રોડ શો દરમિયાન બનારસના કલાકારોએ પરફોર્મ કર્યુ હતું. બટુક પણ વૈદિક મંત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા હતા. 11 પોઇન્ટ પર પીએમ મોદી પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહતી . આ સાથે વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, બનારસના કલાકારો લોકનૃત્ય અને લોકગીતો ગાશે અને વૈદિક મંત્રોચ્ચાર કરીને બટુક પીએમનું સ્વાગત કરવામાં આવ્યું.

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.