અડધા ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે માવઠું, અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ, ૩ કલાક ભારે પવન સાથે પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. આજે (૧૩ મે) ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે...